21 April, 2026 01:33 PM IST | Hubballi | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદથી હુબલી જઈ રહેલી Fly-91 ઍરલાઇનની ફ્લાઇટ
હૈદરાબાદથી હુબલી જઈ રહેલી Fly-91 ઍરલાઇનની એક ફ્લાઇટ રવિવારે ખરાબ મોસમને કારણે બે કલાક સુધી હવામાં જ ચક્કર કાપતી રહી હતી. એને કારણે પ્લેનમાં સવાર પૅસેન્જરોએ પણ તેજ ઝાટકા અનુભવ્યા હતા. સોશ્યલ મીડિયામાં વાઇરલ એક વિડિયોમાં હલી રહેલા પ્લેનમાં મુસાફરો હાથ જોડીને રડતાં-રડતાં પ્રાર્થના કરી રહેલા દેખાતા હતા. લો કૉસ્ટ ઍરલાઇનની આ ફ્લાઇટ બપોરે બે વાગ્યે હૈદરાબાદથી રવાના થઈ હતી. એ સાંજે ૪.૩૦ હુબલી પહોંચવાની હતી, પરંતુ ખરાબ મોસમને કારણે લૅન્ડિંગ પહેલાં બે કલાક ફ્લાઇટ હવામાં ચક્કર કાપતી રહી હતી. ફ્લાઇટને બૅન્ગલોર ડાઇવર્ટ કરવામાં આવી હતી અને આખરે ૬.૩૦ વાગ્યે ફ્લાઇટ લૅન્ડ થઈ હતી.
Fly-91 ઍરલાઇને કહ્યું હતું કે ‘ફ્લાઇટમાં કોઈ ટેક્નિકલ ખામી નહોતી. ખરાબ મોસમને કારણે જ ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી હતી.’