દલિત સગીરાનું ધર્માંતરણ કરી તેને કેરળ લઈ જવમાં આવી, આતંકવાદી બનાવવાની હતી યોજના

01 July, 2025 06:55 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

Minor Girl forcefully converted and asked to do anti-social activities: પ્રયાગરાજથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીર દલિત છોકરીઓને આતંકવાદી બનાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. પ્રયાગરાજથી એક સગીર દલિત છોકરીનું અપહરણ કરાયું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીર દલિત છોકરીઓને આતંકવાદી બનાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. પ્રયાગરાજથી એક સગીર દલિત છોકરીનું અપહરણ કરીને કેરળ લઈ જવામાં આવી હતી. તેનું ધર્મ પરિવર્તન કરાવવા અને તેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પ્રયાગરાજ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અન્ય ઘણા શંકાસ્પદોના નામ સામે આવ્યા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. આ માટે પ્રયાગરાજ પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે.

પ્રયાગરાજના એડિશનલ પોલીસ કમિશનર અજય પાલ શર્માએ એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા આ કેસ વિશે વિગતવાર માહિતી આપતા કહ્યું કે પોલીસને માહિતી મળી હતી કે પ્રયાગરાજમાંથી એક દલિત સગીર છોકરીનું અપહરણ કરીને કેરળ લઈ જવામાં આવી છે. આરોપ છે કે છોકરીનું ધર્માંતરણ કરીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે મજબૂર કરવાની યોજના હતી. અત્યાર સુધીની તપાસમાં જે બાબતો સામે આવી છે તેના આધારે બે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એક મહિલાએ પહેલા છોકરી સાથે મિત્રતા કરી અને પછી તેનામાં ધર્મ પરિવર્તનની ભાવના જગાડી. છોકરીનું મન અન્ય ધર્મો પ્રત્યે સકારાત્મકતાથી ભરાઈ ગયું. આ પછી, મહિલા તેના સાથીઓ સાથે મળીને છોકરીને પ્રયાગરાજ સ્ટેશન લઈ ગઈ. આ દરમિયાન, રસ્તામાં એક યુવકે છોકરીનું જાતીય શોષણ પણ કર્યું. આનાથી છોકરી અસ્વસ્થ થઈ ગઈ. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે તેને છેતરીને શાંત કરવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીને પહેલા દિલ્હી લઈ જવામાં આવી હતી. ત્યાંથી તેને કેરળ લઈ જવામાં આવી હતી. રસ્તામાં તે ઘણા લોકો સાથે મળી અને વાત કરી. કેરળ પહોંચ્યા પછી, છોકરીને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે મજબૂર કરતાં હતા. એડિશનલ સીપી અજય પાલ શર્માએ જણાવ્યું હતું કે આ કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘણા અન્ય લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી કેટલાક ઉત્તર પ્રદેશના છે અને કેટલાક કેરળના છે. તેમણે કહ્યું કે પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય શંકાસ્પદોને પણ કસ્ટડીમાં લેવામાં આવશે. પોલીસને માહિતી મળી હતી કે પ્રયાગરાજમાંથી એક દલિત સગીર છોકરીનું અપહરણ કરીને કેરળ લઈ જવામાં આવી છે. આરોપ છે કે છોકરીનું ધર્માંતરણ કરીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે મજબૂર કરવાની યોજના હતી.

religion religious places jihad Crime News prayagraj uttar pradesh national news news kerala