30 June, 2025 10:00 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
પોલીસે સ્કૂલમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા હતા.
ચોમાસાએ ગઈ કાલે, ૨૯ જૂને આખા દેશને આવરી લીધો હતો. ભારતીય હવામાન ખાતાએ કહ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસું ૮ જુલાઈ સુધીમાં આખા દેશને કવર કરી લે છે. આ વખતે ચોમાસું ૯ દિવસ વહેલું બધે ફરી વળ્યું છે.
ગઈ કાલે ઝારખંડના ઈસ્ટ સિંઘભૂમ જિલ્લામાં ભારે વરસાદને કારણે એક રેસિડેન્શિયલ સ્કૂલ જળબંબાકાર થઈ ગઈ હતી. પરિણામે આ સ્કૂલનાં બાળકોને ત્યાંથી સલામત બહાર કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે સ્કૂલમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા હતા.