✕

નેપાલ ટ્રૅજેડીમાં લાપતા ૨૧૩ ભારતીયોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ

27 November, 2026 10:52 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

ભારતીય દૂતાવાસ નેપાલના સ્થાનિક અધિકારીઓ પાસેથી આ લોકોનાં મૃત્યુ-પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી શરૂ કરશે, એના માટે પરિવારજનો પાસેથી વધારાના દસ્તાવેજો પણ મગાવાઈ શકે છે.

૨૬ ઑગસ્ટે આવેલા અચાનક પૂરમાં ૧૪૫૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૫૦૦૦થી વધુ લોકો લાપતા થયા હતા

નેપાલ સરકારે ઑગસ્ટમાં આવેલા ભીષણ પૂર બાદ લાપતા થયેલા ૨૧૩ ભારતીય નાગરિકોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નેપાલ સ્થિત ભારતીય દૂતાવાસે પ્રેસ-નોટ બહાર પાડીને આ માહિતી આપી હતી. નેપાલની નૅશનલ ડિઝૅસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટી (NDRRMA)એ આ ૨૧૩ લાપતા ભારતીયોની યાદી પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કરી છે. NDRRMAએ યાદીમાં નામ ઉમેરવા, હટાવવા કે ફેરફાર કરવા વિશે બે ડિસેમ્બર પહેલાં પરિવારજનો પાસેથી વાંધા-સૂચનો મગાવ્યાં છે.

પરિવારજનો પોતાના વાંધા અને સૂચનો ઈ-મેઇલ (eoikathmandufloodsupport@gmail.com) અથવા મોબાઇલ નંબર (+૯૭૭૯૮૫૧૩૧૬૮૦૭) પર મોકલી શકશે. આ પ્રક્રિયા બાદ નેપાલ સરકાર યાદીને અંતિમ સ્વરૂપ આપી સત્તાવાર મૃત્યુની જાહેરાત કરશે. ત્યાર બાદ ભારતીય દૂતાવાસ નેપાલના સ્થાનિક અધિકારીઓ પાસેથી આ લોકોનાં મૃત્યુ-પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી શરૂ કરશે, એના માટે પરિવારજનો પાસેથી વધારાના દસ્તાવેજો પણ મગાવાઈ શકે છે.

nepal floods in india kathmandu national disaster response force NDRF news national news