12 July, 2025 01:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
ગઈ કાલે શ્રીનગરના દલ લેકમાંથી નેધરલૅન્ડની મહિલા એલિસ હ્યુબર્ટિના સ્પાન્ડરમૅન કચરો કાઢતી જોવા મળી હતી. સ્થાનિક લોકોમાં દલ લેકને સ્વચ્છ રાખવાની જાગૃતિ ફેલાય એ માટે તેણે આ અભિયાન આદર્યું છે.
આપણો શ્રાવણ મહિનો ૨૫ જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, પણ દેશના ઘણા ભાગોમાં અને સમુદાયોમાં શ્રાવણની શરૂઆત ગઈ કાલે થઈ હતી. મુંબઈમાં પણ આ નિમિત્તે મહિલાઓએ કળશયાત્રા કાઢી હતી.
ગઈ કાલે કર્ણાટકના ચિકમગલૂરથી તિરુપતિ માટેની નવી ટ્રેન શરૂ થઈ ત્યારે આ નવી ટ્રેન-સર્વિસ બદલ આભાર માનવા ચિકમગલૂરમાં પાટા પર જઈને ટ્રેનને નમીને વંદન કર્યાં હતાં એક મહિલાએ.
મુંબઈની લોકલ ટ્રેનોમાં ૨૦૦૬ની ૧૧ જુલાઈએ એક પછી એક સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ થયા હતા, જેમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ગઈ કાલે માહિમ સ્ટેશન પર એ સિરિયલ-બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ દુર્ઘટનામાં એક હાથ ગુમાવનાર મહેન્દ્ર પિતળેએ પણ શ્રદ્ધાંજલિ આપીને એ ગોઝારા અનુભવોની યાદ તાજી કરી હતી. મહેન્દ્ર પિતળે કૃત્રિમ હાથ સાથે સામાન્ય જીવન જીવી રહ્યા છે.