ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

19 July, 2025 11:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટ્રેનની અડફેટે ગુમાવ્યો જીવ; કાશીમાં ગંગાનો સપાટો અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

કાવડયાત્રીઓનાં અનોખાં રૂપ

કોઈ કાવડયાત્રી હરિદ્વાર જઈને ગંગાનું પાણી ભરીને મેરઠ પાછા ફરેલા કાવડયાત્રીઓ તેમનાં મમ્મી સાથે. તો કોઈ દિલ્હી-હરિદ્વાર એક્સપ્રેસવે પર ગઈ કાલે બાઇક પર અનોખી સજાવટ સાથે જોવા મળેલો કાવડયાત્રી. જ્યારે મેરઠનો આ કાવડયાત્રી હરિદ્વાર જઈને ગંગાનું પાણી પ્લાસ્ટિકની નાની-નાની બૉટલોમાં ભરી લાવ્યો છે.

કાશીમાં ગંગાનો સપાટો

વારાણસીમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે ગંગા નદીના તટ પરના બધા ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હોડીઓ આમતેમ હાલકડોલક થઈ રહી છે.

ટ્રેનની અડફેટે ગુમાવ્યો જીવ

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ઝારગ્રામમાં પાટા ક્રૉસ કરતી વખતે ત્રણ હાથી ટ્રેનની અડફેટે આવી ગયા હતા, જેમાંના એકના મૃતદેહને JCBની મદદથી ગઈ કાલે ઉઠાવવામાં આવી રહ્યો હતો.

national news international news news