✕

નોએડા ઍરપોર્ટ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તરીકે ઓળખાશે

10 October, 2026 11:09 AM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાનાં પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉત્તર પ્રદેશ કૅબિનેટે આ નામ-પરિવર્તનના ઐતિહાસિક પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દીધી હતી

નોએડા ઍરપોર્ટ

ઉત્તર પ્રદેશના જેવરમાં બનેલા નોએડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ રાખવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે પત્રકાર પરિષદમાં આ મહત્ત્વની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાનાં પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉત્તર પ્રદેશ કૅબિનેટે આ નામ-પરિવર્તનના ઐતિહાસિક પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દીધી હતી. યોગી આદિત્યનાથે ૭ ઑક્ટોબરના દિવસને ઇતિહાસના ગૌરવશાળી દિવસ તરીકે ગણાવ્યો હતો.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘૨૦૧૪ પછી ડબલ એન્જિન સરકાર હેઠળ ઉત્તર પ્રદેશનો સર્વાંગી વિકાસ થયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બની હોવાથી રોકાણ સતત વધી રહ્યું છે. વડા પ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ મેટ્રો, એક્સપ્રેસવે, રૅપિડ રેલ, ૪૨ રાષ્ટ્રીય માર્ગો, દાદરીમાં ડેડિકેટેડ કૉરિડોર અને વારાણસીમાં રાષ્ટ્રીય જળમાર્ગ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ મારફત પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.’

noida narendra modi national news news yogi adityanath uttar pradesh