28 April, 2025 12:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે ગત મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત પાકિસ્તાન (Pakistan) પર એક પછી એક આડકતરા પ્રહાર કર્યા છે. પાકિસ્તાનના ભારત વિરોધી પ્રચાર સામે ભારતે ફરી એક જોરદાર પ્રહાર (Pahalgam Terror Attack effects) કર્યો છે. સરકારે ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ (India bans Pakistani YouTube channels) મૂક્યો છે, જે ભારત વિરુદ્ધ જુઠ્ઠાણા અને નફરત ફેલાવી રહી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય (Home Ministry)ની ભલામણ પર, ભારત સરકારે ૧૬ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ અને જીઓ ન્યૂઝ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી આ ચેનલો પર ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, સાંપ્રદાયિક અને ખોટી વાતો ફેલાવવાનો આરોપ છે. અગાઉ, ભારતે પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકીને કડક સંદેશ આપ્યો હતો.
પ્રતિબંધિત ચેનલોમાં પાકિસ્તાનના મુખ્ય મીડિયા હાઉસનો પણ સમાવેશ થાય છે. ડોન ન્યૂઝ, ઇર્શાદ ભટ્ટી, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, જીએનએન, ઉઝૈર ક્રિકેટ, ઉમર ચીમા એક્સક્લુઝિવ, અસમા શિરાઝી, મુનીબ ફારૂક, સુનો ન્યૂઝ એચડી અને રાજી નામાનો સમાવેશ થાય છે. આમાં ક્રિકેટ સંબંધિત ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણી વખત, તેઓ રમત વિશે વાત કરવાને બદલે, ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા.
ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પછી, યુટ્યુબ પર પાકિસ્તાની ચેનલો શોધતી વખતે, એક પેજ દેખાય છે જેમાં લખેલું છે, ‘રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. સરકારી દૂર કરવાની વિનંતીઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને Google પારદર્શિતા અહેવાલ (transparencyreport.google.com) ની મુલાકાત લો.’
નોંધનીય છે કે, ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલામાં એક નેપાળી નાગરિક સહિત ૨૬ લોકો માર્યા ગયા હતા. આ પ્રદેશની પ્રખ્યાત બૈસરન ખીણ (Baisaran Valley)માં પીડિતોને ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલો ૨૦૧૯ના પુલવામા હુમલા (Pulwama Attack) પછી આ પ્રદેશમાં થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધાં છે. આમાં સિંધુ જળ સંધિ (Indus Water Treaty)ને સ્થગિત કરવી, તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને અટારી સરહદ (Attari Border) તાત્કાલિક બંધ કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રાષ્ટ્રને ખાતરી આપી હતી કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના બહાર સજા કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આતંકવાદના બાકીના ગઢોને ખતમ કરવાનો સમય આવી ગયો છે અને ૧૪૦ કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકના કાવતરાખોરોની કમર તોડી નાખશે.