25 April, 2025 07:51 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
આતંકવાદીઓના સ્કેચ અનંતનાગ પોલીસે જાહેર કર્યા
પહલગામની બૈસરન વૅલીમાં નિર્દોષ હિન્દુ ટૂરિસ્ટો પર ગોળીઓ વરસાવનારા એક-એક આતંકવાદીદીઠ પોલીસે ૨૦-૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ૨૬ નિર્દોષ લોકોનો જીવ લેનારા ત્રણ આતંકવાદીઓના સ્કેચ અનંતનાગ પોલીસે જાહેર કર્યા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદી અલીભાઈ ઉર્ફે તલ્હાભાઈ અને હાશિમ મુસા ઉર્ફે સુલેમાન પાકિસ્તાની છે અને આદિલ હુસૈન થોકર સ્થાનિક હોવાની આશંકા છે. આદિલ થોકેરે દેખીતી રીતે પાકિસ્તાની આતંકવાદીઓને હુમલાની યોજના બનાવવામાં, છુપાઈ જવાનું સ્થળ શોધવામાં અને ભાગી જવામાં મદદ કરી હતી. આ આતંકવાદીઓને પકડવામાં પોલીસને મદદ કરનારી વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.