10 May, 2025 09:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ખોટું બોલવામાં અને પોતાનાં જ વિધાનો પર પલટી મારવામાં માહેર પાકિસ્તાનના નેતાઓ હજીયે ટીવી-ઇન્ટરવ્યુ દરમ્યાન બયાનબાજી કરીને થાક્યા નથી. પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફ એક તરફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હવે યુદ્ધ નિશ્ચિત છે, એના સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે દાવો કર્યો હતો કે યુદ્ધની પરિસ્થિતિમાં ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે પાકિસ્તાનને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનાં બે પૅકેજ પર મંજૂરી આપી દીધી છે. તેમનાં મનઘડંત કેટલાંક વિધાનો જબરજસ્ત હાસ્યાસ્પદ બની રહ્યાં છે, જેમ કે તેમણે કહ્યું હતું કે ભારત સાથે કોઈ દેશ ઊભો નથી.
વર્લ્ડ બૅન્કે સિંધુ જળ સંધિમાં દખલ કરવાની ના પાડી દીધી
બીજી તરફ સિંધુ જળ સંધિ માટે પાકિસ્તાને વર્લ્ડ બૅન્કને દખલઅંદાજી કરવાની વિનંતી કરી હતી જે ફગાવી દેતાં વર્લ્ડ બૅન્કે કહ્યું હતું કે અમે ભારતને મજબૂર ન કરી શકીએ.