આ મોટા વિવાદમાં ફસાયા સચિન તેંદુલકર, ICIJના રિપૉર્ટમાં ચોંકાવનારો ખુલાસો

04 October, 2021 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે ફરી એકવાર ICJIએ દાવો કર્યો છે કે ટેક્સ ચોકીમાં ભારતીય હસ્તીઓ પણ સામેલ છે. આમાં ભારતીય દિગ્ગજ ખેલાડીનું નામ પણ સામે આવી રહ્યું છે.

સચિન તેંદુલકર

ઇન્ટરનેશનલ કંસોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિલ જર્નાલિસ્ટ્સ (ICJI)એ પોતાના રિપૉર્ટમાં દાવો કર્યો છે કે ભારતની અનેક હસ્તીઓ પનામા પેપર લીક બાદ સાવચેત છે, જેથી તેમની ટેક્સ ચોરી કૌંભાડ બહાર ન આવે. ICJIએ 1.19 કરોડ દસ્તાવેજો ફંફોડ્યા હતા, જેમાં 117 દેશોના 600 રિપૉર્ટ્સ હતા. દિગ્ગજ બૅટ્સમેન સચિન તેંદુલકરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.

ઇન્ટરનેશનલ કંસોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ ફરી એકવાર ટેક્સ ચોરીની તપાસ કરી છે અને મોટા રહસ્યનો પર્દાફાશ કર્યો છે. 2016માં લીક થયેલા પનામા પેપર મામલે મોટા-મોટા કારોબારીઓના નામ ટેક્સ ચોરીમાં આવ્યા હતા. હવે ફરી એકવાર ICJIએ દાવો કર્યો છે કે ટેક્સ ચોકીમાં ભારતીય હસ્તીઓ પણ સામેલ છે. આમાં ભારતીય દિગ્ગજ ખેલાડીનું નામ પણ સામે આવી રહ્યું છે.

ICJIના રિપૉર્ટમાં શું મળ્યું?
ઇન્ટરનેશનલ કંસોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICJI)એ પોતાના રિપૉર્ટમાં દાવો કર્યો છે કે ભારતની અનેક હસ્તીઓ પનામા પેપર લીક બાદ સાવચેતીથી કામ લઈ રહી છે, જેથી તેમની ટેક્સચોરીનો કૌભાંડ બહાર ન આવે. ICJIએ 1.19 કરોડ દસ્તાવેજો ફંફોળ્યા હતા, જેમાં 117 દેશના 600 રિપૉર્ટ્સ મળ્યા હતા. દિગ્ગજ બૅટ્સમેન સચિન તેંદુલકર પણ આ લિસ્ટમાં સામેલ છે.

સચિન તેંદુલકરને આનાથી શું લેવડ-દેવડ?
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે.ICJI પ્રમાણે સચિન પનામા પેપર લીક કેસના 3 મહિના બાદ પોતાની બ્રિટિશ આઇલેન્ડ સંપત્તિને વહેંચવામાં લાગી ગયા હતા. રિપૉર્ટમાં 60થી વધારે ભારતીયો વિશે પુરાવા એકઠા કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આનો ખુલાસો કરવામાં આવશે. 

ભારતમાં કોણ ICJI લિસ્ટમાં સામેલ?
2016માં થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે ભારતના અનેક સરકારી અધિકારી, અહીં સુધી કે રમત અને સિનેમા જગતના અનેક મોટા સિતારાના નામ પણ આમનાં સામેલ હતા. આ વર્ષે જુલાઈમાં ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો કે જેમાં પનામા પેપર સાથે જોડાયેલી 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિની માહિતી મળી હતી.

પનામા પેપર લીક મામલો શું હતો?
હકીકતે, ઇન્ટરનેશનલ કંસોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ 2016માં એક તપાસ કરી હતી, જેમાં વિશ્વના અનેક નામી લોકોની ટેક્સ ચોરી વિશે ખબર પડી. આ તપાસમાં જૉર્ડનના રાજા, યૂક્રેન, કેન્યા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન અને બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટોને બ્લેયર સામેલ હતા. એટલું જ નહીં આમાં ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અરબપતિઓના નામ સામે આવ્યા હતા.

national news sachin tendulkar cricket news sports news sports international news panama papers