બૅન્ગલોરમાં બે સાઉથ આફ્રિકન નાગરિક પૉઝિટિવ આવતાં ગભરાટ

28 November, 2021 12:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શ્રીનિવાસે જણાવ્યું હતું કે સૌથી વધુ જોખમ ધરાવતા દસ દેશોમાંથી અત્યાર સુધીમાં ૫૮૪ લોકો બૅન્ગલોરમાં આવ્યા છે જેમાંથી અત્યાર સુધીમાં ૯૪ લોકો એકલા સાઉથ આફ્રિકામાંથી આવ્યા છે. 

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોર(આઇ.એ.એન.એસ.) ઃ બૅન્ગલોરમાં કેમ્પેગૌડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે બે સાઉથ આફ્રિકન નાગરિકો કોરોના પૉઝિટિવ આવતાં ગભરાટની લાગણી ફેલાઈ છે. આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે, કેમ કે નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સાઉથ આફ્રિકામાં નોંધાયા છે. 
બૅન્ગલોર રૂરલ ડેપ્યુટી કમિશનર કે. શ્રીનિવાસે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘વધુ ટેસ્ટ ​રિપોર્ટ્સથી ખાતરી થશે કે આ બે સાઉથ આફ્રિકન નાગરિકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે કે નહીં. આ ટેસ્ટનું રિઝલ્ટ આવતાં બીજા ૪૮ કલાક લાગશે. આ બન્ને નાગરિકોને ક્વૉરન્ટીન સેન્ટર્સમાં મોકલી દેવામાં આવ્યા છે અને જીનોમ સીક્વન્સ માટેના તેમની ટેસ્ટનાં રિઝલ્ટ આવે ત્યાં સુધી તેઓ ત્યાં જ રોકાશે. શ્રીનિવાસે જણાવ્યું હતું કે સૌથી વધુ જોખમ ધરાવતા દસ દેશોમાંથી અત્યાર સુધીમાં ૫૮૪ લોકો બૅન્ગલોરમાં આવ્યા છે જેમાંથી અત્યાર સુધીમાં ૯૪ લોકો એકલા સાઉથ આફ્રિકામાંથી આવ્યા છે. 

national news coronavirus bengaluru