19 May, 2025 08:30 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
કાશ્મીરમાં ઊજવાયો અનોખો વાર્ષિક પંજાથ નાગ ઉત્સવ
જમ્મુ અને કાશ્મીરમાં હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં આવેલા પંજાથ ગામ પાસે દર વર્ષે વસંત ઋતુની શરૂઆત પહેલાં સ્થાનિક લોકો ભેગા મળીને જળાશયોમાં જામેલી લીલ અને નકામી વેલને દૂર કરવાનો સામૂહિક ઉત્સવ ઊજવે છે. આ અવસરે લોકો માછલીઓ પણ પકડે છે અને કચરો પણ ઉપાડે છે. પહેલાં માત્ર પંજાથ ગામના લોકો જ જોડાતા હતા, પરંતુ હવે આસપાસનાં પાંચેક ગામના પુરુષો ભેગા થઈને પર્યાવરણના સંરક્ષણ માટેના આ કાર્યને સામૂહિક ઉત્તરદાયિત્વ સમજીને જોડાય છે. પંજાથ નાગ ઉત્સવ ખાસ એટલા માટે છે, કેમ કે અહીં ૫૦૦ નાનાં-મોટાં ઝરણાંઓનો સંગમ છે અને ડઝનેક ગામોમાં હજારો એકર જમીનમાં સિંચાઈનો સ્રોત છે.