15 January, 2025 08:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
માર્ક ઝકરબર્ગ
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ વિશે માર્ક ઝકરબર્ગે કરેલા નિવેદનના પગલે ભારતની સંસદીય સમિતિ મેટાને સમન્સ મોકલવાની છે. ઝકરબર્ગે એક પૉડકાસ્ટમાં એમ કહ્યું હતું કે કોવિડ-૧૯ બાદ ભારત સહિત મોટા ભાગના દેશમાં યોજાયેલી ચૂંટણીમાં તત્કાલીન સરકારોને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ નિવેદનને ભારત સરકારે ગંભીરતાથી લીધું હતું. આ મુદ્દે સંસદીય સમિતિના ચૅરમૅન નિશિકાન્ત દુબેએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન મોદીની સરકારે સતત ત્રીજી વાર શપથ લીધા છે, આમ ઝકરબર્ગનું નિવેદન તથ્યાત્મક રીતે ખોટું છે. તેમણે એક લોકતાંત્રિક દેશ વિશે ખોટી જાણકારી આપીને દેશની ઇમેજ ખરાબ કરી છે. આ મુદ્દે મેટાએ સંસદ અને આ દેશના લોકોની માફી માગવી જોઈએ.’