✕

મધ્ય પ્રદેશમાં ૩૭૪ નગરપાલિકાઓએ પાંચ રૂપિયાનું ફિનાઇલ ૩૩,૫૦૦માં ખરીદીને મહાકૌભાંડ આચર્યું

24 October, 2026 10:34 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

૩ વર્ષમાં ૧૧૩૪ કરોડની શંકાસ્પદ સરકારી ખરીદીનો રિપોર્ટ વાઇરલ થતાં તપાસનો આદેશ અપાયો

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ

મધ્ય પ્રદેશનાં વિવિધ શહેરનાં કૉર્પોરેશન દ્વારા કરાયેલી ખરીદીમાં એક ભયાનક કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લાં ૩ વર્ષમાં રાજ્યની ૩૭૪ નગરપાલિકાઓ અને નિગમો દ્વારા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પરથી ૧૧૩૪ કરોડ રૂપિયાની શંકાસ્પદ ખરીદી કરવામાં આવી હતી. આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાંચ રૂપિયામાં મળતું એક લીટર ફિનાઇલ સરકાર દ્વારા ૩૩,૫૦૦ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. એવી જ રીતે ૬૦ વૉટની લાઇટ એમિટિંગ ડાયોડ (LED) લાઇટ સામાન્ય રીતે ૩૦૦ રૂપિયાની આસપાસ મળતી હોય છે. જોકે ભોપાલમાં ૧૧,૮૦૦ રૂપિયાના ભાવે ખરીદવામાં આવી હતી. 

Mohan Yadav madhya pradesh Crime News bharatiya janata party bhopal national news