30 August, 2025 09:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પીયૂષ ગોયલ
અમેરિકાએ ભારતની નિકાસ પર ૫૦ ટકા ટૅરિફ લગાવી દીધા પછી કેન્દ્રીય વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ભારત અમેરિકા દ્વારા લેવામાં આવેલી એકપક્ષીય કાર્યવાહીનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. ટૅરિફથી પ્રભાવિત નિકાસકારોને મદદ કરવા માટે સરકાર બીજા ઘણા દેશો સાથે ટ્રેડ-ડીલ પર ચર્ચા કરી રહી છે અને નવી તકો શોધી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં મોટો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.’
ભારત બિલ્ડકોરના ઉદ્ઘાટન સમારોહમાં નિકાસકારોને સંબોધતાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ‘સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે તમારામાંથી કોઈને પણ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવામાં તનાવ કે મુશ્કેલી નહીં અનુભવાય. અમે નવી તકોની શોધમાં વિશ્વના ઘણા દેશો સાથે સક્રિયપણે સંપર્ક કરી રહ્યા છીએ. અમે ઘરેલુ વપરાશને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છીએ.’