PM આવાસ પર થઈ હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેના પ્રમુખોને આપી ખુલ્લી છૂટ...

29 April, 2025 09:32 PM IST  |  Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent

પ્રધાનમંત્રીએ કહ્યું કે સશસ્ત્ર દળોને બદલો લેવાની પદ્ધતિ, કયા સ્થાન પર હુમલો કરવો અને કયા સમયે હુમલો કરવો તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

આ બેઠક એટલા પણ ખૂબ જ મહત્ત્વની છે કારણકે એક દિવસ પછી એટલે કે કાલે બુધવારે કેબિનેટ મામલે સુરક્ષા સમિતિની બેઠક થવાની છે. આ એક અઠવાડિયામાં બીજી CCS મીટિંગ હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસે તેમની અધ્યક્ષતામાં લગભગ દોઢ કલાક સુધી એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ, જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ સહિત ત્રણેય સેના પ્રમુખ એટલે થલ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુ સેના પ્રમુખ ઍર ચીફ માર્શલ એ પી સિંહ અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેસ ત્રિપાઠી પણ હાજર હા. આવું પહેલીવાર થયું છે, જ્યારે ત્રણ સેના પ્રમુખ આ રીતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ થયા. આ બેઠક પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી સુરક્ષા મામલે કેબિનેટ સમિતિની બેઠકથી એક દિવસ પહેલા થઈ છે, જે રાષ્ટ્રીય સુરક્ષા મામલે નિર્ણય લેનારી સરકારની સર્વોચ્ચ સંસ્થા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સશસ્ત્ર દળોને બદલો લેવાની પદ્ધતિ, કયા સ્થાન પર હુમલો કરવો અને કયા સમયે હુમલો કરવો તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.

એવું માનવામાં આવે છે કે આ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારી છે. આ બેઠકમાં ગયા અઠવાડિયે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિ અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. માહિતી અનુસાર, આ બેઠકમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોની કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પહેલાથી જ કડક વલણ અપનાવ્યું છે અને પહેલગામના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

દિવસ દરમિયાન ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ
પીએમની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક પહેલા મંગળવારે દિલ્હીમાં ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, બીએસએફ, આસામ રાઇફલ્સ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના મહાનિર્દેશકો પણ હાજર હતા. તેમાં CRPF, SSB અને CISF ના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ બધી કવાયતો બુધવારે યોજાનારી CCS બેઠક પહેલા થઈ રહી છે. બુધવારે પીએમની અધ્યક્ષતામાં રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠક પણ યોજાવાની છે.

ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલ, મંગળવારના રોજ, કાશ્મીરના પહેલગામમાં સૈન્ય ગણવેશ પહેરેલા આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી તેમને ગોળી મારીને હત્યા કરી દીધી, જેમાં 25 પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા, જ્યારે 17 અન્ય ઘાયલ થયા. લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલા બાદ, વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાત ટૂંકી કરીને દેશ પરત ફર્યા. આ પછી, સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને 1960 ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી. આ ઉપરાંત, સરકારે બીજા ઘણા કડક પગલાં લીધાં હતા, જેના કારણે પાકિસ્તાન ગુસ્સે છે.

પાકિસ્તાનમાં અશાંતિ
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં સેનાના ગણવેશમાં સજ્જ આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળીબાર કર્યો હતો, જેમાં 25 પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેવામાં આવી. આ ઉપરાંત ઘણા કડક પગલાં પણ લેવામાં આવ્યા હતા. આનાથી પાકિસ્તાન હચમચી ગયું છે. સોમવારે જ ત્યાંના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે, તેથી સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

pakistan jammu and kashmir Pahalgam Terror Attack terror attack india narendra modi national news kashmir new delhi