16 February, 2026 10:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહમાન ૧૭ ફેબ્રુઆરીએ બંગલાદેશના નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. સામાન્ય રીતે શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિભવનમાં થાય છે, પરંતુ આ વખતે સમારોહ ઢાકાના નૅશનલ પાર્લમેન્ટ કૉમ્પ્લેક્સમાં થશે.
આ સમારોહમાં હાજર રહેવા માટે ભારતના વડા પ્રધાન સહિત અનેક દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યા મુજબ આ સમારોહમાં ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ઢાકા થશે. તેમની સાથે વિદેશ સેક્રેટરી વિક્રમ મિસ્ત્રી પણ હશે. નરેન્દ્ર મોદી ૧૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોં સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના હોવાથી ઢાકા નહીં જઈ શકે.