06 March, 2025 08:33 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજમાં સંગમતટ પર હજીયે લોકો આવી રહ્યા છે. ગઈ કાલે ત્યાં લોકો ઊંટસવારી કરતા જોવા મળ્યા હતા.
દુનિયાના ટૂરિઝમ મૅપ પર પહેલી વાર પ્રયાગરાજે ઐતિહાસિક રેકૉર્ડ સાથે એની ઉપસ્થિતિ નોંધાવી છે. મહાકુંભમાં ટૂરિઝમના તમામ રેકૉર્ડ તૂટી ગયા છે. માત્ર ૪૫ દિવસના મહાકુંભમાં પ્રયાગરાજમાં પંચાવન લાખ વિદેશી ટૂરિસ્ટ આવ્યા હતા. ગયા વર્ષે પ્રયાગરાજમાં માત્ર ૫૦૦૦ વિદેશી ટૂરિસ્ટ આવ્યા હતા.
મહાકુંભમાં ૭૩ દેશના ડિપ્લોમૅટ્સ અને ૧૧૬ દેશોના લોકો ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા હતા.
સૌથી વધારે ટૂરિસ્ટ નેપાલ, અમેરિકા, બ્રિટન, શ્રીલંકા, કૅનેડા અને બંગલાદેશથી આવ્યા હતા. એ સિવાય રશિયા, જપાન, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ, મલેશિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇટલી અને થાઇલૅન્ડથી પણ ટૂરિસ્ટ પ્રયાગરાજ આવ્યા હતા. આ ટૂરિસ્ટ પ્રયાગરાજ સાથે વારાણસી, અયોધ્યા, મથુરા, ચિત્રકૂટ અને ગોરખપુર પણ ગયા હતા.