નાનકડી દલીલમાં આંધ્ર પ્રદેશના યુવાને ૮ મહિનાની ગર્ભવતી પત્નીનું ગળું દાબી દીધું

16 April, 2025 01:13 PM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Correspondent

જ્ઞાનેશ્વર ફાસ્ટ ફૂડ સેન્ટર ચલાવે છે અને ત્રણ વર્ષ પહેલાં તેણે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ દંપતીને અનેક મુદ્દે પહેલાં ઝઘડા થતા હતા.

અનુષા અને જ્ઞાનેશ્વર

આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં નાનીઅમસ્તી દલીલના મુદ્દે પતિએ ૨૭ વર્ષની આઠ મહિનાની ગર્ભવતી પત્નીનું ગળું દાબી દેતાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિ જ્ઞાનેશ્વરની ધરપકડ કરી છે.

આ કેસની માહિતી આપતાં પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અનુષા અને જ્ઞાનેશ્વર વચ્ચે કોઈક મુદ્દે બોલાચાલી થઈ હતી જેના પગલે જ્ઞાનેશ્વરે તેનું ગળું દાબી દેતાં તે બેભાન થઈ ગઈ હતી. એ પછી તે પત્નીને હૉસ્પિટલ લઈ ગયો હતો, પણ તેને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવતાં જ્ઞાનેશ્વરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

જ્ઞાનેશ્વર ફાસ્ટ ફૂડ સેન્ટર ચલાવે છે અને ત્રણ વર્ષ પહેલાં તેણે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ દંપતીને અનેક મુદ્દે પહેલાં ઝઘડા થતા હતા.

andhra pradesh visakhapatnam crime news national news news murder case