રાણીબાગમાં નાગપુરથી રૉયલ બેન્ગૉલ ટાઇગરની નવી જોડી લાવવાની તૈયારી

06 May, 2026 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાયખલાના રાણીબાગમાં ટૂંક સમયમાં રૉયલ બેન્ગૉલ ટાઇગરની નવી જોડીનું આગમન થશે

શક્તિ (ડાબે ) અને એના બચ્ચા રુદ્ર (જમણે)નાં મૃત્યુ પછી ઝૂમાં માત્ર બે જ વાઘ બચ્યા છે

ભાયખલાના રાણીબાગમાં ટૂંક સમયમાં રૉયલ બેન્ગૉલ ટાઇગરની નવી જોડીનું આગમન થશે. રાણીબાગમાં છેલ્લા ૬ મહિનામાં બે વાઘનાં મૃત્યુ થતાં સર્જાયેલી ખોટ પૂરવા માટે BMCએ નાગપુરના ગોરેવાડા ઇન્ટરનૅશનલ ઝૂ પાસેથી વાઘ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.

તાજેતરમાં રાણીબાગમાં ઝૂમાં ૯ વર્ષના નર વાઘ શક્તિ અને એના ત્રણ વર્ષના બચ્ચા રુદ્રનું મૃત્યુ થયું હતું. હવે માત્ર વાઘણ કરિશ્મા અને એનું બચ્ચું જય જ બાકી રહ્યાં છે. વાઘની વસ્તી જાળવી રાખવા BMCએ નાગપુરથી વાઘની નવી જોડી મગાવવાનો નિર્ણય લીધો છે.

નાગપુરને બદલામાં શું મળશે?
નાગપુરના ગોરેવાડા ઝૂ તરફથી પણ વાઘ આપવા માટે સંમતિ દર્શાવાઈ છે અને વાઘના બદલામાં ભાયખલા ઝૂ પક્ષીઓની કેટલીક પ્રજાતિઓ ગોરેવાડા મોકલશે. આ ટ્રાન્સફર માટે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીને દરખાસ્ત મોકલવામાં આવી છે, જેની મંજૂરી મળ્યા બાદ વાઘને મુંબઈ લાવવામાં આવશે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra byculla byculla zoo wildlife