ચરણજિત ચન્ની ‘થોર’ અને રાહુલ ગાંધી ‘હલ્ક’

26 January, 2022 10:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પૉલિટિકલ પાર્ટી ઑનલાઇન કૅમ્પેન વૉર માટે તમામ કોશિશ કરી રહી છે

ચરણજિત ચન્ની ‘થોર’ અને રાહુલ ગાંધી ‘હલ્ક’

પાંચ રાજ્યોની આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં મહામારીને કારણે રૅલી અને રોડ-શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પૉલિટિકલ પાર્ટી ઑનલાઇન કૅમ્પેન વૉર માટે તમામ કોશિશ કરી રહી છે. આ વખતે કૉન્ગ્રેસે માર્વેલ કૉમિક્સ પર આધારિત કૅરૅક્ટર સુપરહીરો ‘થોર’ તરીકે મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીને દર્શાવવાનું પસંદ કર્યું છે. 
કૉન્ગ્રેસે હૉલીવુડની સુપરહીરો ફિલ્મ ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’માંથી પ્રેરણા લઈને ટ્વિટર પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં થોરના ચહેરા પર ચન્નીનો ચહેરો મૂકી દેવામાં આવ્યો છે. 
આ મૂવીના ફેમસ વૉર-સીનનો ઉપયોગ કરીને કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીને ‘હલ્ક’ તરીકે રજૂ કરાયા છે, જ્યારે નવજોત સિંહ સિદ્ધુને કૅપ્ટન અમેરિકા તરીકે રજૂ કરાયા છે. 
આ ક્લિપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના ચહેરા પણ બતાવાયા છે. જોકે તેમને દુશ્મન તરીકે રજૂ કરાયા છે. નોંધપાત્ર છે કે ભારતમાં માર્વેલ સિનેમૅટિક યુનિવર્સ અને ‘અવેન્જર્સ’ ફ્રૅન્ચાઇઝીના મોટી સંખ્યામાં ફૅન્સ છે. 

national news punjab assembly elections congress rahul gandhi