પંજાબમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહીઃ જેલના ૨૫ અધિકારીઓ સસ્પેન્ડ, ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

29 June, 2025 06:33 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

Punjab Jail Officials Suspended: પંજાબ સરકારે ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લીધા; જેલમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કનો પર્દાફાશ; ૨૫ જેલ અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પંજાબ (Punjab)માં સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંજાબની ભગવંત માન સરકાર (Bhagwant Mann)એ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે. જેલમાં કામગીરી સુધારવા માટે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિવિધ જેલોના ૨૫ અધિકારીઓને સસ્પેન્ડ (Punjab Jail Officials Suspended) કર્યા છે. રાજ્યની જેલમાં કામગીરી સુધારવા માટે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતા પંજાબ સરકારે શુક્રવારે રાજ્યની વિવિધ જેલોના ૨૫ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આમાં ૩ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને ૨ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ સહિત ૨૫ જેલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભગવંત માન સરકારનો આ નિર્ણય ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને સમાપ્ત કરવાનો છે. કારણ કે સરકારને જેલની અંદર ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્ક વિશે માહિતી મળી હતી. જેલમાં ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ નેટવર્ક વિશે માહિતી મળી રહી હતી, જેના પછી સરકાર સતર્ક થઈ ગઈ છે. આ મામલે સરકાર દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સસ્પેન્શનનો હેતુ જેલના સંચાલનમાં સુધારો કરવાનો અને વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે, આ કાર્યવાહીથી જેલ વ્યવસ્થામાં સુધારો થશે અને વધુ જવાબદારી સુનિશ્ચિત થવાની અપેક્ષા છે.

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની ભગવંત માન સરકારે પંજાબના યુવાનોને ડ્રગ્સના ચુંગલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા આ સંદર્ભમાં ઘણા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, માન સરકાર ડ્રગ્સના નાબૂદીમાં અવરોધ બનનારાઓને સહન કરશે નહીં

આ દરમિયાન, પંજાબમાં લોકોને ડ્રગ્સ સામે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સાથે, તેમને મદદ કરવા માટે પુનર્વસન કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, રાજ્યની જેલોમાં ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને સમાપ્ત કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે.

પંજાબ સરકાર (Punjab Government) વ્યસન અને ડ્રગ્સ સામે લડવા માટે અનેક મોટા પગલાં લઈ રહી છે. ભગવંત માન સરકારે ગુરુવારે, ૨૬ જૂણના રોજ અનન્યા બિરલા ફાઉન્ડેશન (Ananya Birla Foundation) સાથે ડેટા ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સપોર્ટ યુનિટ બનાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ અંગે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, આ પહેલ પંજાબ સરકારની ડ્રગ્સ સામે ચાલી રહેલી લડાઈનો એક ભાગ છે. ડેટા ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સપોર્ટ યુનિટ પંજાબમાં ડ્રગ્સના જોખમનો સામનો કરવામાં મદદ કરશે. પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, આ એમઓયુ ડ્રગ્સ નિવારણ અને પુનર્વસન માટે પંજાબ સરકારના પ્રયાસોનો એક ભાગ છે.

bhagwant mann punjab aam aadmi party national news news