રાહુલ ગાંધીએ કર્યું કારીગરો સાથે કામ, કુંભાર સાથે માટીને દીવા પણ બનાવ્યા, જુઓ વીડિયો

01 November, 2024 08:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Rahul Gandhi helps painters in painting works: રાહુલ ગાંધીએ વધુ એક કેપ્શનમાં લખ્યું હતું કે “ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી - ઉત્તમ નગરની આ કુંભાર મહિલાઓ હજારો ઘરોને તેમના દીવાઓથી પ્રકાશિત કરે છે અને તેમની કલાત્મકતાથી વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી શકે છે

રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલી તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

કૉંગ્રેસના અને વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi helps painters in painting works) અનેક વખત સામાન્ય લોકો વચ્ચે આવીને તેમની સાથે વાતચીત કરી પરિસ્થિતી વિશે માહિતી મેળવે છે. હાલમાં દિવાળીના શુભ પ્રસંગે રાહુલ ગાંધીએ તેમનો એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડોયોમાં તેઓ દિલ્હીના કેટલાક પેન્ટરથી લઈને દીવા બનાવતા કુંભાર અને કલાકારો સાથે વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 10 જનપથ (Rahul Gandhi helps painters in painting works) પર કારીગરો સાથે કામ પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દિવાલ પર પુટ્ટી લગાવી અને કારીગરો સાથે વાત કરતાં તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં રાહુલ ગાંધી મજૂરો સાથે ચણતરનું કામ કરતા પણ જોવા મળ્યા હતા. કૉંગ્રેસ પાર્ટીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પરથી તસવીરો શૅર કરીને રાહુલ ગાંધીની આ મુલાકાત બાબતે માહિતી આપવામાં આવી છે. રાહુલ ગાંધીએ વધુ એક કેપ્શનમાં લખ્યું હતું કે “ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી - ઉત્તમ નગરની આ કુંભાર મહિલાઓ હજારો ઘરોને તેમના દીવાઓથી પ્રકાશિત કરે છે અને તેમની કલાત્મકતાથી વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી શકે છે.” આ કેપ્શનની તસવીરમાં રાહુલ ગાંધી કુંભાર સાથે માટીના દીવા બનાવતા દેખાઈ રહ્યા છે.

કૉંગ્રેસે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ (Rahul Gandhi helps painters in painting works) કરીને લખ્યું કે તેમના જીવનમાં ખુશીનો પ્રકાશ ભરવાની આપણા બધાની સામાન્ય જવાબદારી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે દીવા બનાવનારા ચિત્રકારો અને કુંભારો સાથે વાતચીત કરી છે. રસપ્રદ વાત એ છે કે તેઑ પોતે ઘરને પેઇન્ટ કરતી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુપીએ સરકાર દરમિયાન 10 જનપથ આવાસ સત્તાનું કેન્દ્ર રહ્યું છે. રાહુલની માતા સોનિયા ગાંધી લાંબા સમયથી આ બંગલામાં રહે છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે મારા પિતાનું અહીં મૃત્યુ થયું છે, તેથી હું આ ઘરનો મોટો પ્રશંસક નથી.

આ પહેલીવાર નથી, આ પહેલા પણ કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા (Rahul Gandhi helps painters in painting works) રાહુલ ગાંધી અચાનક કારીગરોને મળવા પહોંચી ગયા હતા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. રાહુલ ગાંધી આ પહેલા દિલ્હીમાં એક વાળંદની દુકાને ગયા હતા. તેણે ત્યાં માત્ર હજામત જ નથી કરાવી પરંતુ વાળંદને પણ મળીને તેની રોજીંદી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી તેમ જ તેમની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કેન્દ્ર સરકાર પર ટીકા કરી હતી.

rahul gandhi uttar pradesh viral videos congress social media political news new delhi