26 October, 2026 12:43 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
Rahul Gandhi Convoy Accident: કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલા સાથે એક્સિડન્ટ થયો છે. પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાતાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ હાદસો આજે સોમવારે ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં બન્યો હતો. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર રાહુલ ગાંધી સૅફ છે તેમને કોઈ ઇન્જરી થઈ નથી. અહેવાલ એવું પણ કહી રહ્યા છે કે આ અકસ્માત હલિયાપુર વિસ્તારમાં ૯૧ કિલોમીટરના માઇલસ્ટોન પાસે થયો હતો. જ્યાં રાહુલ ગાંધીના કાફલાની પાંચ ગાડીઓ અને એમ્બ્યુલન્સ સામસામે ભટકાઈ હતી.
આ ઘટના (Rahul Gandhi Convoy Accident)માં પક્ષના કાર્યકરો, અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને ઇન્જરીઓ થઈ હતી. આ સાથે ઇન્જર્ડ લોકોની ટોટલ સંખ્યા અને તેમને કેટલી ઇન્જરી થઈ છે તે અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા છે અને માનહાનિના કેસમાં સુલ્તાનપુરમાં એમપી-એમએલએની વિશેષ અદાલતમાં હાજર થવાના છે. તત્કાલીન ભાજપ અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી સાથે આ કેસ કનેક્ટેડ છે. રાહુલ ગાંધી સોમવારે કોર્ટમાં હાજર થશે અને કોર્ટ સોમવારે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. ફરિયાદકર્તાના વકીલ સંતોષ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ચુકાદો સંભળાવવા માટે ગાંધીએ અદાલતમાં વ્યક્તિગત રીતે હાજર થવું જરૂરી હતું. એડિશનલ સિવિલ જજ શુભમ વર્માએ અગાઉ ૧૩મી ઓક્ટોબરના રોજ ચુકાદો આપ્યો હતો.
સુલતાનપુરના પોલીસ અધિક્ષક વિનીત જયસ્વાલના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી તેમના નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ મુજબ લખનૌથી સુલતાનપુર રોડ દ્વારા મુસાફરી કરીને સવારે ૧૦ વાગ્યે પહોંચશે તેવી અપેક્ષા હતી. સુલ્તાનપુર અદાલતમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આગમન પર યુપી પોલીસે અદાલતના પરિસરમાં અને તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન (Rahul Gandhi Convoy Accident) કરી છે. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
Rahul Gandhi Convoy Accident: તમને જણાવી દઈએ કે આ માનહાનિનો કેસ ૪થી ઓગસ્ટ, ૨૦૧૮નો છે. અમિત શાહ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ સુલતાનપુર જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કથિત ટિપ્પણી ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા બેંગલુરુમાં એક પ્રચાર રેલી દરમિયાન કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી સુલતાનપુરની વિશેષ એમ.પી.એમ.એલ.એ. અદાલત દ્વારા કરવામાં આવી છે, જે હવે તેનો ચુકાદો આપવાની છે. પ્રચાર રેલીમાં રાહુલ ગાંધીએ એવી ટિપ્પણી કરી હતી કે ભારતના લોકો ભૂલી જાય છે કે ભાજપ અધ્યક્ષ હત્યાના કેસમાં આરોપી છે... આ સત્ય છે. આ ટિપ્પણી સોહરાબુદ્દીન શેખના કથિત ફ્રોડ કેસ સાથે સંબંધિત હતી. અમિત શાહને ૨૦૧૪માં મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિવેદનોના આધારે વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુલતાનપુરની વિશેષ એમપી-એમએલએ કોર્ટે નવેમ્બર ૨૦૨૩માં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. તેઓ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમને જામીન અપાયા હતા. ત્યારપછી તેઓ જુલાઈ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૬માં પણ કોર્ટમાં હાજર થયા હતા. પરંતુ રાહુલ ગાંધીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ આરોપો રાજનીતિથી પ્રેરિત છે. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે સાક્ષીઓ અને પુરાવા રજૂ કર્યા હતા. બંને પક્ષોની અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદાની આજની તારીખ આપી હતી.