12 January, 2025 12:51 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
૯ વર્ષની વેદિકા
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ગઈ કાલે એક વર્ષ પૂરું થયું એ સમયે ૯ વર્ષની વેદિકા રામલલા જેવા પરિધાન સાથે અયોધ્યાના રામ મંદિરમાં પહોંચી ત્યારે લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. વેદિકા પોતાને રામલલાની હમશકલ માને છે. તે બિલકુલ રામલલા જેવી દેખાય છે.
ગઈ કાલે તેણે પોતાની કવિતા રજૂ કરી હતી...
રામ નામ કા ગૌરવ જીતા, સત્ય સનાતન સૌરવ જીતા, જીત ગઈ ઘનઘોર પ્રતીક્ષા, જીત ગઈ ગીતા કી શિક્ષા, ક્યા જીત હૈ અબકી બારી, કાશી મથુરા કી તૈયારી
વેદિકાની મમ્મી દીક્ષા જાયસવાલે અપીલ કરી હતી કે મમ્મી-પપ્પા તેમનાં બાળકોને કાર્ટૂનના કૅરૅક્ટર બનાવીને તેમને હાસ્યનો વિષય ન બનાવે, તેમને રામ કે કૃષ્ણ બનાવીને જીવનનું ગૌરવ શીખવો.