08 July, 2025 03:18 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
ujju.64 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી આ યુવતીએ યશ દયાલ સાથેના ફોટો શૅર કરીને લગાવ્યા ગંભીર આરોપ.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના ફાસ્ટ બૉલર યશ દયાલ પર એક મહિલાએ જાતીય શોષણ કરવાનો આરોપ કર્યો છે. સોમવારે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (RCB) ના ફાસ્ટ બૉલર યશ દયાલ વિરુદ્ધ લગ્નના ખોટા બહાના હેઠળ જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ તાજેતરનો કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બન્યો છે. એક મહિલાએ કહ્યું હતું કે તે પાંચ વર્ષ સુધી ક્રિકેટ ખેલાડી સાથે ડેટ કરી હતી. આ મહિલાએ યશ દયાલ પર શારીરિક, ભાવનાત્મક અને માનસિક શોષણનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવ્યાના થોડા દિવસ પછી તેણે આ ખુલાસો કર્યો હતો.
ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી, જે છેતરપિંડી અથવા લગ્નના ખોટા વચનો દ્વારા કરવામાં આવેલા જાતીય કૃત્યો સાથે સંબંધિત છે. જો યશ દયાલ દોષિત સાબિત થાય છે, તો તેને દંડ સાથે 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.
યશ દયાલ વિવાદ શું છે?
FIR મુજબ, મહિલાએ દાવો કર્યો હતો કે તે યશ દયાલ સાથે પાંચ વર્ષ લાંબા રિલેશનમાં હતી અને તે દરમિયાન તેના પરિવારને પણ મળી હતી. તેણે એવો આરોપ લગાવ્યો હતો કે દયાલે તેમના સંબંધ દરમિયાન તેનું માનસિક, આર્થિક અને શારીરિક રીતે શોષણ કર્યું હતું. જ્યારે મહિલાને યશ દયાલના સાચા ઇરાદાની ખબર પડી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે તેણે ક્રિકેટર દ્વારા શારીરિક હુમલો કરવામાં આવ્યો. મીડિયા અહેવાલ મુજબ, મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે દયાલ તેમના સંબંધ દરમિયાન ઘણી સ્ત્રીઓ સાથે સંકળાયેલો હતો.
"૧૭ એપ્રિલના રોજ, એક છોકરી જે યશ સાથે વાત કરી રહી હતી તેણે તેનો સંપર્ક કર્યો અને તેના સંબંધોના પુરાવા શૅર કર્યા. તેણે કહ્યું કે યશનો પરિવાર આ વિશે જાણતો હતો, તેમ છતાં યશ તેને લગ્નની આશા આપતો રહ્યો," અહેવાલમાં જણાવ્યું. "ત્રણ અન્ય છોકરીઓએ તેનો સંપર્ક કર્યો છે અને સમાન અનુભવો શૅર કર્યા છે. તેણે કહે છે કે યશે ઘરગથ્થુ વસ્તુઓનો ઓર્ડર આપવા માટે તેના ફોન પર આ જ ઍપનો ઉપયોગ કર્યો હતો. તે બાદ તેને જાણવા મળ્યું કે તે ૭ જૂનના રોજ લખનૌની એક હૉટેલમાં રોકાયો હતો અને વાંધાજનક વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો."
મહિલાએ શરૂઆતમાં ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ મહિલા હેલ્પલાઇન (૧૮૧) પર ફોન કરીને ઘટનાની જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આગળ વધી ન હતી. આર્થિક અને સામાજિક રીતે લાચાર લાગતા, મહિલાએ ન્યાય માટે સીધા મુખ્ય પ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો.