નફ્ફટ પાકિસ્તાનમાં તોફાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો : ભારત ક્રોધિત

06 August, 2021 10:08 AM IST  |  Karachi/ New Delhi | Agency

હિંસક ટોળાએ ગણેશજીના મંદિરમાં ભારે તોડફોડ કરી અને આગ લગાડી

નફ્ફટ પાકિસ્તાનમાં તોફાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો : ભારત ક્રોધિત

મુસ્લિમોના એક હિંસક ટોળાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરસ્થિત ગણેશ મંદિરમાં મોટા પાયે તોડફોડ કરી છે. ૪૦થી ૫૦ ગુંડાઓ હથિયારો અને બીજાં સાધનો સાથે આ વિશાળ મંદિરમાં આવ્યા હતા અને ગણેશજીની તેમ જ શિવ-પાર્વતીની મૂર્તિઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને કેટલાક ભાગોને આગ પણ ચાંપી હતી. તોફાનીઓએ હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ પર લાંબા લાકડાથી પ્રહાર કર્યા હતા તેમ જ ખાલી ડબ્બા પણ ફેંક્યા હતા. પાકિસ્તાનના તહરિક-એ-ઇન્સાફના સંસદસભ્ય ડૉક્ટર રમેશકુમાર વંકવાણીએ ટ્વિટર પર અપલોડ કરેલા વિડિયોમાં બતાવાયું છે કે આ ટોળાએ કાબૂમાં લેવામાં પોલીસને નિષ્ફળતા મળ્યા બાદ પાકિસ્તાની રેન્જર્સને બોલાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે ગયા અઠવાડિયે લગભગ આઠ વર્ષના હિન્દુ છોકરાએ મદરેસાની લાઇબ્રેરીની દીવાલ પર પેશાબ કરતાં વર્ષોથી શાંતિથી એકસાથે રહેતાં હિન્દુ-મુસ્લિમ સમુદાયમાં તનાવ સરજાયો હતો.
દરમ્યાન ભારત સરકારે ગઈ કાલે ભારતમાંના પાકિસ્તાનના પ્રતિનિધિને તાકીદે બોલાવ્યા હતા અને આ મંદિર તોડવાની ઘટના સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.
હિન્દુ સમુદાય પાકિસ્તાનમાં લઘુમતીમાં છે અને ત્યાં વર્ષોથી હિન્દુ મંદિરોને તેમ જ હિન્દુ પ્રજાને નિશાન બનાવાયાં છે.

national news pakistan international news india