17 April, 2025 07:01 AM IST | Shillong | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર પત્ની અંજલિ અને દીકરી સારા તેન્ડુલકર સાથે મેઘાલયના એશિયાના સૌથી સ્વચ્છ ગામ ગણાતા મૉલિનૉન્ગ ગામમાં પહોંચ્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર પત્ની અંજલિ અને દીકરી સારા તેન્ડુલકર સાથે મેઘાલયના એશિયાના સૌથી સ્વચ્છ ગામ ગણાતા મૉલિનૉન્ગ ગામમાં પહોંચ્યો હતો.
આ મુલાકાતનો વિડિયો શૅર કરીને સચિને સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘જ્યારે કોઈ ગામ મૉલિનૉન્ગ જેટલું સુંદર દેખાય છે ત્યારે એને જોવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી. જ્યારે બહાર સ્વચ્છતા હોય છે ત્યારે અંદર શાંતિનો અનુભવ થાય છે.’
ગામનાં બાળકોએ સચિન... સચિન...ના નારા લગાવી તેની આ મુલાકાતને યાદગાર બનાવી હતી. આ ગામને ભગવાનનો પોતાનો બગીચો તરીકે પણ ઓળખવામાં આવે છે.