15 April, 2025 06:56 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
દેશની રાજધાની દિલ્હીના શિવાજી એન્ક્લેવ માર્કેટમાં છેડતીનો એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. 8 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ એક નશામાં ધૂત અજાણ્યા પુરુષ દ્વારા એક મહિલાનો પીછો કરવામાં આવ્યો હતો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરી હતી. ભાવના શર્મા તરીકે ઓળખાતી આ મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની દુર્ઘટના શેર કરી હતી, જેમાં આરોપી દ્વારા દેખાતા ડરના અભાવ પર આઘાત અને ચિંતા વ્યક્ત કરી હતી.
શર્માના જણાવ્યા મુજબ, તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે સફેદ શર્ટ અને કેઝ્યુઅલ પેન્ટ પહેરેલો તે પુરુષ પાછળથી આવ્યો અને તેના હાથને સ્પર્શ કર્યો. "હું ઘરે જઈ રહી છું. રાતના 9 વાગ્યા છે. અને એક વ્યક્તિ પાછળથી આવે છે અને મને અયોગ્ય રીતે સ્પર્શે છે. હું એક શબ્દ પણ બોલી શકી નહીં," તેણે `મોલેસ્ટર એલર્ટ` નામથી વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતાં કહ્યું.
વાયરલ ક્લિપમાં, તે માણસ પાર્ક કરેલી કાર પાસે બેઠો સીગરેટ પીતો જોઈ શકાય છે. વીડિયો શૂટ કરતી વખતે શર્માએ તેને કહ્યું કે તેને કાયદાનો કોઈ ડર નથી. "ઉસસે કોઈ ડર નહીં હૈ (તેને કોઈ ડર નથી)," શર્માએ કહ્યું કે જ્યારે તે વીડિયો શૂટ કરતી હતી ત્યારે તે વ્યક્તિએ તેને કહ્યું કે "જે કરવું હોય તે કરો. હું જેલમાં જઈશ અને પાછો આવીશ..". શર્માએ વીડિયોમાં આગળ કહ્યું કે, "આવા લોકોને જેલનો પણ દર નથી. તેના માટે, જેલ ગામડાના ઘરે જઈને પાછો આવવા જેવું છે."
શર્માએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેણે આ ઘટનાની પોતાના પર શું અસર થઈ તે પણ શૅર કર્યું હતું. તેના માટે તે જ ક્ષણમાં પ્રતિક્રિયા આપવી ખૂબ મુશ્કેલ હતી. "હું વિચારી શકી નહીં... મને શું કહેવું તે સમજાયું નહીં. હું સીધી પોલીસ પાસે ગઈ હતી. મને ખબર પડી કે તે દારૂના નશામાં હતો," તેણે કહ્યું.
આ ઘટના રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા અંગે વધતી ચિંતાઓ નિર્માણ કરે છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં મુંબઈના બાન્દ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પર ટ્રેનની અંદર એક મહિલા પર બળાત્કારની ઘટના સામે આવી હતી. બળાત્કારના આરોપસર પોલીસે એક કુલીની ધરપકડ કરી FIR નોંધી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, આ આરોપી કુલીએ ટ્રેનના ખાલી કોચમાં મહિલાને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મહિલા ટ્રેનમાંથી ઉતરી અને પ્લેટફોર્મની બીજી બાજુ પાર્ક કરેલી ખાલી ટ્રેનમાં ચઢી ગઈ. તે સમયે ટ્રેનમાં કોઈ મુસાફરો નહોતા. જીઆરપી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે ટ્રેનમાં એક કુલી હાજર હતો. તેણે મહિલા પર બળાત્કાર ગુજાર્યો અને ત્યાંથી ભાગી ગયો. આ ઘટનાની ફરિયાદ પીડિત મહિલાએ અધિકારીઓને કરી, જે બાદ તેઓએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા. મહિલાએ બાન્દ્રા જીઆરપી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.