25 May, 2025 06:54 AM IST | Kochi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કોચીમાં વરસાદી વાતાવરણ.
સાઉથવેસ્ટ મૉન્સૂન શનિવારે કેરલામાં દાખલ થયું હોવાની જાણકારી ભારતીય હવામાન ખાતાએ ગઈ કાલે આપી હતી. સામાન્ય રીતે મૉન્સૂનનું આગમન કેરલામાં પહેલી જૂને થતું હોય છે, પણ આ વર્ષે એનું આગમન આઠ દિવસ પહેલાં થયું છે. આ પહેલાં ૨૦૦૯માં ૨૩ મેએ મૉન્સૂનનું આગમન કેરલામાં થયું હતું. આમ ૧૬ વર્ષ બાદ મૉન્સૂન કેરલામાં સમય પહેલાં દાખલ થયું હોય એવી ઘટના બની છે.
મૉન્સૂનનું આગમન અને હાલમાં દેશના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા વરસાદને કોઈ સંબંધ નથી એમ હવામાન ખાતાએ સ્પષ્ટ કર્યું છે. આ મુદ્દે હવામાન ખાતાએ જણાવ્યું છે કે મૉન્સૂનમાં થતા બદલાવ માટે વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક હવામાનના ઘટકનો પ્રભાવ રહે છે.
એપ્રિલ મહિનામાં માંડવામાં આવેલા અંદાજ મુજબ આ વર્ષે સારો વરસાદ પડવાની આગાહી છે. આ વર્ષે અલ નીનો પરિસ્થિતિ ઉદ્ભવે એવી સ્થિતિ દેખાતી નથી.
આ વર્ષે દેશમાં ૧૦૩ ટકા વરસાદ થશે એમ સ્કાયમેટ નામની પ્રાઇવેટ વેધર સંસ્થાએ આગાહી કરી છે. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય વરસાદ રહેશે અને મહારાષ્ટ્રમાં સમાધાનકારક વરસાદ પડશે એમ સ્કાયમેટે જણાવ્યું છે.
વરસાદનું આગમન દર વર્ષે કઈ તારીખે થયું? |
|
વર્ષ |
તારીખ |
૨૦૦૯ |
૨૩ મે |
૨૦૧૦ |
૩૧ મે |
૨૦૧૧ |
૨૯ મે |
૨૦૧૨ |
૫ જૂન |
૨૦૧૩ |
૧ જૂન |
૨૦૧૪ |
૬ જૂન |
૨૦૧૫ |
૫ જૂન |
૨૦૧૬ |
૮ જૂન |
૨૦૧૭ |
૩૦ મે |
૨૦૧૮ |
૨૯ મે |
૨૦૧૯ |
૮ જૂન |
૨૦૨૦ |
૧ જૂન |
૨૦૨૧ |
૩ જૂન |
૨૦૨૨ |
૨૯ જૂન |
૨૦૨૩ |
૮ જૂન |
૨૦૨૪ |
૩૦ મે |