✕

સુરતના પરિવાર પર કર્ણાટકમાં આભ તૂટી પડ્યું

15 November, 2026 11:37 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

બોટિંગ કરતી વખતે બોટ ઊંધી વળી ગઈ; બોટની નીચે ફસાયેલાં પતિ-પત્ની બચી ન શક્યાં, બે બાળકો બચી ગયાં.

સુરતના પરિવાર પર કર્ણાટકમાં આભ તૂટી પડ્યું

સુરતના દેસાઈ પરિવાર સાથે કર્ણાટકમાં એક ગોઝારી ઘટના બની છે. કર્ણાટકમાં હરંગી બૅકવોટર્સમાં બોટિંગ કરતી વખતે બોટ પલટી થઈ જતાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા આર્કિટેક્ટ ધર્મેશ દેસાઈ અને તેમનાં પત્ની નિમ્મી દેસાઈનું મોત થયું હતું, જ્યારે તેમનાં બે બાળકો બચી ગયાં છે.

વળાંક લેતી વખતે બોટમૅને કાબૂ ગુમાવતાં એ પલટી થઈ ગઈ હતી જેના કારણે પરિવારના ચારેય સભ્યો પાણીમાં પડી ગયા હતા. બોટ-સંચાલકનો સ્ટાફ તેમ જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. પાણીમાં ફેંકાઈ ગયેલાં બે બાળકોને સ્થાનિક લોકોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં, પરંતુ તેમનાં મમ્મી-પપ્પા બોટ નીચે ફસાઈ ગયાં હતાં એટલે તેમને બચાવી નહોતાં શકાયાં.

surat karnataka accident boat accident india news national news gujarat news