15 February, 2026 11:57 AM IST | China | Gujarati Mid-day Correspondent
તારિક રહમાન
બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહમાને શનિવારે પહેલી વાર મીડિયા સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન તેમણે ભારત-બંગલાદેશના સંબંધો સાથે સંકળાયેલા સવાલો પર ઠંડો પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે ‘અમે બંગલાદેશના હિતને સૌથી ઉપર રાખીશું. અમારી વિદેશનીતિમાં દેશ અને દેશવાસીઓનું હિત સૌથી પહેલાં આવે છે. તેમનાં હિતોની રક્ષા કરીને અમે વિદેશનીતિ નક્કી કરીશું.’
બીજી તરફ ચીન સાથે મળીને કામ કરવાનો ઉત્સાહ અને આશા બતાવતાં તારિક રહમાને કહ્યું હતું કે ‘ચીન બંગલાદેશના વિકાસનું સહયોગી છે. ભવિષ્યમાં બંગલાદેશ અને ચીન સાથે મળીને કામ કરશે.’
ભારતમાં શરણ લઈ રહેલાં બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પાછાં બંગલાદેશમાં લાવવા માટે શું કરવામાં આવશે એવા સવાલના જવાબમાં તારિક રહમાને કહ્યું હતું કે આ સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.