✕

ટાઇમ મૅગેઝિનની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાયબ, રણબીર કપૂરનો સમાવેશ

10 October, 2026 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષની યાદીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મના વધતા પ્રભાવને લીધે ટેક્નૉલૉજી ક્ષેત્રના દિગ્ગજોનો દબદબો જોવા મળ્યો હતો

ફાઇલ તસવીર

અમેરિકન ‘ટાઇમ’ મૅગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૦૨૬ના વર્ષની વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ગાયબ હોવાથી ભારે આશ્ચર્ય સર્જાયું છે. વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ભારતનો ડંકો વાગી રહ્યો હોવા છતાં આ યાદીમાં ભારતની કોઈ રાજકીય હસ્તીને સ્થાન મળ્યું નથી. બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સતત ૧૪મી વખત આ યાદીમાં સ્થાન મેળવીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પણ આઠમી વખત આ લિસ્ટમાં ચમક્યા હતા.

આ વર્ષની યાદીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મના વધતા પ્રભાવને લીધે ટેક્નૉલૉજી ક્ષેત્રના દિગ્ગજોનો દબદબો જોવા મળ્યો હતો. ગૂગલના બૉસ સુંદર પિચાઈ સહિત કેટલાક ભારતીય મૂળના કૉર્પોરેટ નેતાઓને એમાં સ્થાન અપાયું છે. આ યાદીમાં શેફ ‌વિકાસ ખન્નાનો પણ સમાવેશ છે. આ ઉપરાંત ભારતીય મનોરંજન-જગતમાંથી અભિનેતા રણબીર કપૂરને પણ કવરેજ મળ્યું છે.

time magazine narendra modi donald trump xi jinping national news news