રિલાયન્સે Operation Sindoor અંગે આપ્યું નિવેદન, `ભારતીય વીરતાનું પ્રતીક...`

09 May, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Trademark Application by Reliance: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industres Limited)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેઓ `ઑપરેશન સિંદૂર` નામને ટ્રેડમાર્ક કરાવવાનો કોઈ ઈરાદો ધરાવતાં નથી.

ઑપરેશન સિંદૂર

Trademark Application by Reliance: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industres Limited)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેઓ `ઑપરેશન સિંદૂર` નામને ટ્રેડમાર્ક કરાવવાનો કોઈ ઈરાદો ધરાવતાં નથી. RILએ કહ્યું કે, આ નામ હવે રાષ્ટ્રીય ચેતનાનો એક ભાગ બની ગયું છે અને ભારતીય વીરતા અને બહાદુરીનું પ્રતીક છે.

ભૂલથી ફાઇલ કરવામાં આવ્યું હતું
રિલાયન્સ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. (Trademark Application by Reliance) કંપનીએ કહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો સ્ટુડિયોએ તેની ટ્રેડમાર્ક અરજી પાછી ખેંચી લીધી છે. આ અરજી એક જુનિયર કર્મચારી દ્વારા કંપનીની પરવાનગી વિના ભૂલથી દાખલ કરવામાં આવી હતી.

ઑપરેશન સિંદૂર પર ગર્વ છે.
નિવેદન અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના તમામ હિસ્સેદારોને `ઑપરેશન સિંદૂર` પર ખૂબ ગર્વ છે. આ કાર્યવાહી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. આ હુમલો પહલગામમાં થયો હતો. `ઑપરેશન સિંદૂર` ભારતના બહાદુર સશસ્ત્ર દળોની આતંકવાદ સામેની લડાઈમાં એક ગર્વની ક્ષણ છે. આ લડાઈમાં રિલાયન્સ સંપૂર્ણપણે સરકાર અને સશસ્ત્ર દળોની સાથે છે.

`ઇન્ડિયા ફર્સ્ટ` કંપનીનું સૂત્ર
રિલાયન્સ કંપની કહે છે કે તેનું સૂત્ર `ઇન્ડિયા ફર્સ્ટ` છે અને કંપની હંમેશા ભારતને પ્રથમ રાખે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર, "આતંકવાદ સામેની લડાઈમાં રિલાયન્સ સરકાર અને સશસ્ત્ર દળોની સાથે છે. `ઇન્ડિયા ફર્સ્ટ` ના સૂત્ર પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા હંમેશા રહેશે."

રિલાયન્સે ટ્રેડમાર્કની અરજી કરી હતી
ઉલ્લેખનીય છે કે રિલાયન્સે ઑપરેશન સિંદૂરના ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની વેબસાઇટ પરની ઇન્ટેલએકચૂયલ પ્રોપર્ટી (Intellectual Property) માહિતી અનુસાર, 7 મે, 2025 ના રોજ સવારે 10:42 થી સાંજે 6:27 વાગ્યાની વચ્ચે ચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ ટ્રેડમાર્ક અરજીઓ `નાઇસ ક્લાસિફિકેશન` (Nice Classification) વર્ગ 41 હેઠળ કરવામાં આવી છે. વર્ગ 41 માં શિક્ષણ, મનોરંજન, મીડિયા અને સાંસ્કૃતિક સેવાઓનો સમાવેશ થાય છે. અરજી કરનારાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મુંબઈના મુકેશ ચેતરામ અગ્રવાલ, ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારી ગ્રુપ કેપ્ટન કમલ સિંહ ઑબેરોય અને દિલ્હી સ્થિત વકીલ આલોક કોઠારીનો સમાવેશ થાય છે. (Trademark Application by Reliance) દરેક અરજીમાં `ઑપરેશન સિંદૂર` (Operation Sindoor) નો ઉલ્લેખ "સૂચિત ઉપયોગ" તરીકે કરવામાં આવ્યો છે.

પહેલી અરજી રિલાયન્સે કરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌપ્રથમ 7 મેના રોજ સવારે 10:42 વાગ્યે `ઑપરેશન સિંદૂર` માટે ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી. બાકીની 3 અરજીઓ પણ આગામી 24 કલાકમાં દાખલ કરવામાં આવી હતી. બધા અરજદારો વર્ગ 41 હેઠળ વિશેષ અધિકારો ઇચ્છે છે. આ વર્ગમાં મનોરંજન, શિક્ષણ, સાંસ્કૃતિક અને મીડિયા સેવાઓનો સમાવેશ થાય છે.

operation sindoor reliance Pahalgam Terror Attack terror attack indian army indian air force national news news