મેચ દરમિયાન જાડેજાના આ બે સંકેત, અન્ય કોઇ સમજ્યું કે નહીં- દિલ્હી પોલીસ સમજી ગઈ

21 October, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી પોલીસે મેચ દરમિયાન ક્રિકેટ ખેલાડી રવીન્દ્ર જાડેજાનાં કેટલાક ઇશારાનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે. તેણે ખેલાડીની તસવીર હેલ્પલાઇન નંબર 112ના પ્રમોશન માટે કર્યો છે.

રવીન્દ્ર જાડેજા

દિલ્હી પોલીસે (Delhi Police) ચાર ઇમરજન્સી સર્વિસના પ્રમોશન માટે અનૂઠો પ્રયોગ કર્યો છે. આમાં ક્રિકેટના જાણીતા ખેલાડી રવીન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) બે તસવીરોનો ઉપયોગ કર્યો છે. રાજધાનીમાં લોકોને હેલ્પલાઇન નંબર 112 પર ચાર પ્રકારની આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ છે. આમાં એમ્બ્યુલન્સ, પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રેસ્ક્યૂ સામેલ છે.

દિલ્હી પોલીસે શનિવારે એક ટ્વીટ શૅર કર્યો. આને આ હેલ્પલાઇન નંબર વિશે જન જાગૃકતાના હેતુથી શૅર કરવામાં આવી છે. આમાં દિલ્હી પોલીસે કહ્યું, "કોઈપણ મુશ્કેલી પર `જીત` મેળવવા માટે સરળ ફૉર્મ્યૂલા. પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલેન્સ અને આપદા બચાવ દળને બોલાવવા માટે 112 ડાયલ કરો."

જનહિતમાં જાહેર આ પ્રમોશન માટે દિલ્હી પોલીસે રવીન્દ્ર જાડેજાની બે તસવીરોનો ઉપયોગ કર્યો છે. આમાંથી એક તસવીરમાં જાડેજા ચાર આંગળીઓ બતાવે છે. તો બીજી તસવીરમાં ફોનનો સંકેત આપી રહ્યો છે. દિલ્હી પોલીસનો આ પ્રયોગ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

પહેલા પોલીસ બોલાવવા માટે 100, ફાયર બ્રિગેડ માટે 101 અને એમ્બ્યુલેન્સ માટે 102 ડાયલ કરવું પડતું હતું. હવે ઇન્ટીગ્રેટેડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હેઠળ દિલ્હીમાં હેલ્પલાઇન નંબર 112 પર જ બધી ઇમરજન્સી સેવાઓ આપવામાં આવી રહી છે. બીજી પણ ઘણી સેવાઓને આની સાથે જોડવાનો પ્લાન છે.

2019માં કેન્દ્ર સરકારના ઇંટીગ્રેટેડ ઇમરજન્સી નંબર પ્રૉવિઝન હેઠળ આ સુવિધા શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 112 પર 2015થી કામ ચાલી રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇંડિયા મોહિમ તરીકે આ હેલ્પલાઇન નંબરનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

national news delhi police delhi news ravindra jadeja sports news sports cricket news