✕

ઉત્તરાખંડમાં મિની વૅન ૩૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી, ૮ જણનાં મોત

29 November, 2026 01:52 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતાં પ્રાઇમ મિનિસ્ટર્સ નૅશનલ રિલીફ ફન્ડ (PMNRF)માંથી મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના રિખણીખાલ વિસ્તારમાં કલવાડી ગામ નજીક શનિવારે ૨૮ નવેમ્બરે એક મિની વૅન બેકાબૂ બનીને અંદાજે ૩૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતાં ૮ લોકોનાં મોત થયાં હતાં અને ૪ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ વાહન ૧૨ મુસાફરોને લઈને રિખણીખાલથી ભંગાલવાડ જઈ રહ્યું હતું ત્યારે એને અકસ્માત નડ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતાં પ્રાઇમ મિનિસ્ટર્સ નૅશનલ રિલીફ ફન્ડ (PMNRF)માંથી મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

uttarakhand accident road accident travel news travel narendra modi news national news