28 March, 2026 10:05 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
ડેપ્યુટી ચીફ ઓફ મિશન એમ્બ. NMAA ના ડિરેક્ટર ડૉ. નમગ્યા ખાંપા ચેઝ રોબિન્સન અને અન્ય (તસવીર સૌજન્યઃ એક્સ)
તામિલનાડુનાં મંદિરોમાંથી ચોરાયેલાં હોવાની ઓળખ થયા બાદ અમેરિકાના સ્મિથસોનિયન નૅશનલ મ્યુઝિયમ ઑફ એશિયન આર્ટ (NMAA)માંથી ૩ પ્રાચીન સ્થાપત્યો ભારતને પાછાં આપવામાં આવશે. એમને પાછાં આપવા માટે ભારતીય અને અમેરિકન અધિકારીઓ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સ્મિથસોનિયનના NMAAમાંથી જે ૩ અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ ભારત પાછી ફરી રહી છે એમાં નવમી સદીનું શિવ નટરાજ કાંસ્ય, બારમી સદીનું શિવ અને ઉમાનું શિલ્પ અને સોળમી સદીના સંત સુંદરારના પરાવી સાથેના ચિત્રણનો સમાવેશ છે. આ પ્રાચીન વસ્તુઓના ઉદ્ભવસ્થાન વિશેના સંશોધન બાદ મ્યુઝિયમને જાણવા મળ્યું કે એમને ભારતમાંથી ગેરકાયદે રીતે લઈ જવામાં આવી હતી. શિવ નટરાજ કાંસ્ય જાહેર દર્શન માટે લોન પર રહેશે, જે મુલાકાતીઓને ભારતના સમૃદ્ધ કલાત્મક અને આધ્યાત્મિક વારસાની સમજ આપશે.