શા માટે વિજ્ઞાનીઓ માને છે કે નવા વેરિઅન્ટનું મૂળ એચઆઇવી પેશન્ટ છે?

29 November, 2021 02:32 PM IST  |  New Delhi | Agency

એચઆઇવી કે કૅન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરનારા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હોય છે. જેના લીધે તેમનું શરીર લાંબા સમય સુધી આ વાઇરસનો સામનો કરે છે. જે સમયગાળામાં વાઇરસને ઇન્વૉલ્વ થવાની તક મળે છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા વેરિઅન્ટને ટ્રેક કરી રહેલા સાઉથ આફ્રિકન સાયન્ટિસ્ટ્સ માને છે કે લાંબા સમય સુધી કોરોનાથી સંક્રમિત એચઆઇવી-એઇડ્ઝના પેશન્ટમાં આ નવો વેરિઅન્ટ ઉદ્ભવ્યો હોઈ શકે છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે લાંબા સમય સુધી કોરોનાથી સંક્રમિત પેશન્ટમાં કોઈ નવો વેરિઅન્ટ ઉદ્ભવ્યો હોય એમ આ કંઈ પહેલી વખત બન્યું નથી. અન્ય વેરિઅન્ટ્સ પણ આ રીતે જ પેદા થયા છે. એચઆઇવી કે કૅન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરનારા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હોય છે. જેના લીધે તેમનું શરીર લાંબા સમય સુધી આ વાઇરસનો સામનો કરે છે. જે સમયગાળામાં વાઇરસને ઇન્વૉલ્વ થવાની તક મળે છે.
આ નવા વેરિઅન્ટના ફેલાવા વિશે દુનિયાને સૌપ્રથમ અલર્ટ કરનારી ટીમમાં સામેલ પ્રોફેસર રિચર્ડ લેસેલ્સે જણાવ્યું હતું કે ટ્રીટમેન્ટ મેળવ્યા વિનાના એચઆઇવી-એઇડ્ઝના દરદીમાં આ નવો વેરિઅન્ટ ઉદ્ભવ્યો હોવાનું જણાય છે. સીઓજી-યુકે જિનોમિક્સ યુકે કૉન્સોર્ટિયમના ડિરેક્ટર પ્રોફેસર શેરોન પીકોકે કહ્યું હતું કે ‘આ નવા વેરિઅન્ટના જિનેટિક ફેરફારથી ખ્યાલ આવે છે કે એ એવી વ્યક્તિમાં ઉદ્ભવ્યો છે કે જે કોરોનાથી સંક્રમિત હતો, પરંતુ તેના શરીરમાં આ વાઇરસ નાબૂદ નહોતો થયો. જેના લીધે આ વાઇરસને જિનેટિકલી ઇન્વૉલ્વ થવાનો ચાન્સ મળ્યો હતો.’

national news coronavirus hiv