ચમત્કારિક આરતી : સફેદ ચાદરની આરપાર થઈ ગઈ દીપકની જ્વાળા, છતાં આગ ન લાગી

03 April, 2025 06:55 AM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

ચૈત્રી નવરાત્રિમાં ભરાતા મેળા દરમ્યાન ત્રીજના દિવસે થતી આ ચમત્કારિક આરતી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. 

મથુરા પાસેના કોસીકલા ગામમાં નરી-સેમરીના દેવીમંદિરમાં ચૈત્રી ત્રીજની ચમત્કારિક આરતી થાય છે

મથુરા પાસેના કોસીકલા ગામમાં નરી-સેમરીના દેવીમંદિરમાં ચૈત્રી ત્રીજની ચમત્કારિક આરતી થાય છે. એ ચમત્કારિક આરતી જોવા માટે સેંકડો ભક્તોની ભીડ ઊમટી પડી હતી. આ આરતીની ખાસિયત એ છે કે આરતી સમયે મોટા દીવડાની જ્વાળા સફેદ ચાદરની આરપાર થઈ જાય છે, પરંતુ કપડું સળગતું નથી. આ આરતીની ખાસિયત એ છે કે આગરાના ધાંધુ ભગત નામના ભક્તના પરિવારજનો દ્વારા આ આરતી થાય છે. એમાં આરતી માટેના મોટા-મોટા દીવડાઓ પર સફેદ ચાદર રાખવામાં આવે છે. દીપકની જ્યોત ચાદરની આરપાર થઈ ગઈ હોવા છતાં ચાદરને કોઈ જ નુકસાન નથી થતું. નરી-સેમરીવાળાં દેવીમાની મૂર્તિ ધાંધુ ભગત હિમાચલ પ્રદેશના કાંગડાથી પોતાની સાથે લાવ્યા હતા. ચૈત્રી નવરાત્રિમાં ભરાતા મેળા દરમ્યાન ત્રીજના દિવસે થતી આ ચમત્કારિક આરતી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. 

mathura religion religious places hinduism navratri festivals national news news uttar pradesh