27 July, 2026 09:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
CJPના પ્રવક્તા સૌરવ દાસ
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ કરેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ-આંદોલનને સફળતા મળ્યા પછી અનેક લોકો પૂછી રહ્યા છે કે શું CJP સંપૂર્ણ રાજકીય સંગઠનમાં રૂપાંતરિત કરશે કે કેમ? એ વિશેની અટકળો વચ્ચે CJPના પ્રવક્તા સૌરવ દાસે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે ‘ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કરવો એ અમારી તાત્કાલિક પ્રાથમિકતા નથી, અમારું હાલમાં ધ્યાન સંગઠનના પાયાના વિસ્તારના આંદોલનને વિસ્તૃત કરવા પર છે.’
બીજી તરફ CJPના પ્રવક્તા આશુતોષ રાંકાને એક ઇન્ટરવ્યુમાં રાજકીય સંગઠન બાબતે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું ‘ના ક્યારેય નહીં કહેવાની.’
CJPના વિરોધ-પ્રદર્શન પાછું ખેંચવાના નિર્ણય બાદ સૌરવ દાસે કહ્યું હતું કે ‘અત્યારે અમારું ધ્યાન ખૂબ જ સ્પષ્ટ છે કે આ ચળવળ પાયાના સ્તરે લઈ જવી પડશે. આ માટે અમે સમગ્ર ભારતમાં પ્રવાસ કરીશું. અમે દેશના યુવાનો સાથે વાત કરીશું. ગયા મહિનામાં અમને સમજાયું કે લોકો પાસે તેમની વાત શૅર કરવા માટે કોઈ નથી. અમે પાયાના સ્તરે જઈશું અને તેમને સાંભળીશું.’