રામપથ પર પડેલા ખાડામાં પડી મહિલા! અયોધ્યાના વાયરલ વીડિયોનું શું છે સત્ય?

05 July, 2024 12:12 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કરોડો રૂપિયાની કિંમતથી બનાવવામાં આવેલા અયોધ્યાના રામપથ પહેલા વરસાદમાં જ તૂટી પડ્યો છે.

ફેક વીડિયો પર અયોધ્યા પોલીસનું ટ્વીટ અને રામપથ પરથી રામમંદિર તરફ જતા લોકો (ફાઇલ તસવીર)

સોશિયલ મીડિયા પર અયોધ્યામાં હાલમાં બનેલા રામપથ (Pothole in Ayodhya RamPath) પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને તેમાં એક મહિલા પડી ગઈ હોવાનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અયોધ્યામાં નવા બનેલા રામપથમાં મોટા મોટા ખાડા પડી ગયા હોવાનો આ વીડિયો છે. રામનગરી અયોધ્યાના નામે છેલ્લા અનેક દિવસોથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કરોડો રૂપિયાની કિંમતથી બનાવવામાં આવેલા અયોધ્યાના રામપથ પહેલા વરસાદમાં જ તૂટી પડ્યો છે. તેમ જ ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ખાડામાં એક મહિલા પણ પડતી પણ દેખાઈ રહી છે. જો કે આ વીડિયોમાં કરવામાં આવેલો દાવા એકદમ ખોટા છે જેને લઈને હવે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અયોધ્યાના રામપથનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ અને પ્રશાસને આ મામલે તપાસ કરવાનું શરૂ કર્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ વીડિયો ખોટો છે અને અયોધ્યા પોલીસે પણ આ વીડિયોને સંપૂર્ણ રીતે ભ્રામક ગણાવ્યો. પોલીસની માહિતી મુજબ આ વીડિયો અયોધ્યાનો નથી. સોશિયલ મીડિયા (Pothole in Ayodhya RamPath) પર આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો અને તેને અયોધ્યાના રામપથનો કહીને શૅર કરવામાં આવી રહ્યો છે, પણ તપાસમાં સામે આવ્યું કે આ વાયરલ વીડિયો અયોધ્યાનો નહીં, પરંતુ બ્રાઝિલનો છે અને તે પણ બે વર્ષ જૂનો એટલે કે તે 2022નો વીડિયો છે જેને અયોધ્યાનો કહીં શૅર કરવામાં આવી રહ્યો છે.

ફેસબુક પર આ વીડિયોને શૅર કરતાં એક યૂઝરે લખ્યું, ``અમારા પૈસા લૂંટનારાઓ આ રીતે બગાડી રહ્યા છે. અયોધ્યાનો રામપથ, (Pothole in Ayodhya RamPath) જેની કિંમત આઠ અરબ 44 કરોડ અને લંબાઈ 14 કિમી છે. તેના પર મોટા મોટા ખાડા પડી ગયા છે. તેમ જ અમારા સમગ્ર રામપથ પર આવા ખાડા છે. તેનું કામ ભુવન ઇન્ફ્રાકોમ લિમિટેડ અમદાવાદે કર્યું છે, જેને સરકારે નોટિસ પણ મોકલી છે. તમે જ અંદાજ લગાવો કે કેટલાએ મળીને અરબો રૂપિયા લૂંટયા છે.`` સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર (Pothole in Ayodhya RamPath) પણ વિનય કુમાર ડોકનિયા નામના એક યૂઝરે આ જ વીડિયોને પોસ્ટ કરતાં લખ્યું, ``ગુજરાતની ભુવન ઇન્ફ્રાકોમ નામની કંપનીએ અયોધ્યાના રામપથમાં 844 કરોડ રૂપિયાની કિંમતથી આ 13 કિમીનો રસ્તો થોડા મહિનાઓ પહેલાં જ બનાવ્યો હતો. જુઓ પહેલા જ વરસાદ બાદ શું હાલ થયો આ માસ્ટર પીસનો. રામ રાજ્યમાં વિકાસનું રામ નામ સત્ય થઈ ગયું છે મિત્રો.`` આ અંગે અયોધ્યાના રહેવાસીઓએ પણ વીડિયોને ખોટો (Pothole in Ayodhya RamPath) ગણાવ્યો છે. એક સ્થાનિક નાગરિકે કહ્યું કે, આ વીડિયોમાં કોઈ સચ્ચાઈ નથી. રામપથ એટલો ખરાબ નથી કે આ પ્રકારના ખાડા થઈ જાય અને કોઈને જાનહાનિ થાય. પોલીસે પણ જણાવ્યું કે આ મામલે હવે કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમ જ વીડિયોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ayodhya ram mandir uttar pradesh national news viral videos social media