દુનિયાની પહેલી રિલેશનશિપ ઇન્શ્યૉરન્સ પૉલિસી લૉન્ચ : પાંચ વર્ષ પ્રીમિયમ ભરો

16 April, 2025 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ હેલ્થ માટે, ઘર માટે કે પછી મોંઘી ઍસેટ માટે ઇન્શ્યૉરન્સ પૉલિસી હોય છે તો શું સંબંધો માટે ઇન્શ્યૉરન્સ પૉલિસી ન હોવી જોઈએ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

જેમ હેલ્થ માટે, ઘર માટે કે પછી મોંઘી ઍસેટ માટે ઇન્શ્યૉરન્સ પૉલિસી હોય છે તો શું સંબંધો માટે ઇન્શ્યૉરન્સ પૉલિસી ન હોવી જોઈએ? આ યુનિક વિચાર પરથી એક માણસે એક વેબસાઇટ પર રિલેશનશિપ ઇન્શ્યૉરન્સ પૉલિસી આપવાનું શરૂ કર્યું છે. Zikilove નામની વેબસાઇટ પર કપલને તેમના લાંબા સંબંધ માટે યુનિક કવરેજ પ્લાન ઑફર કરવામાં આવ્યો છે. એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક ભાઈ રિલેશનશિપનો વીમો ઑફર કરે છે. આ વેબસાઇટ અનુસાર લગ્ન કરવા ઇચ્છુક લોકોના સંબંધો ટકે એ માટે પ્રોત્સાહન આપે છે. કોર્ટશિપ પિરિયડ દરમ્યાન પાંચ વર્ષ માટે દર વર્ષે તેમણે રેગ્યુલર પ્રીમિયમની ચોક્કસ રકમ ભરવાની રહે છે. એ વીમાના કવર થતાં વર્ષો દરમ્યાન જો કપલનો સંબંધ ટકી જાય અને તેઓ લગ્ન કરી લે તો તેમને જેટલું પ્રીમિયમ ભર્યું હોય એની દસ ગણી રકમ મળે છે અને જો તેઓ બ્રેકઅપ કરી લે તો તેમને કશું જ નથી મળતું. અલબત્ત, બ્રેકઅપ થઈ જાય તો ઇમોશનલ ડૅમેજ અને જીવનનો અનુભવ મળશે. 

આ વિડિયો પરથી સોશ્યલ મીડિયા પર જબરી ચર્ચા થઈ રહી છે. કોઈક આને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માને છે તો કોઈક આ પ્રકારના પૈસાના રોકાણને ફન અને ઇનોવેટિવ રસ્તા કહે છે. જોકે લાંબા ગાળાના સંબંધોને પૈસા સાથે સાંકળવાની વાત ચોક્કસ વર્ગના લોકોને જરાય ગમી નથી.

life insurance health insurance mutual fund investment relationships national news social media news finance news viral videos