✕

યુટ્યુબ પરથી વિડિયો હટાવવામાં ભારત વિશ્વમાં મોખરે, ૩ મહિનામાં ૩૪.૪ લાખ વિડિયો દૂર કરવામાં આવ્યા

27 November, 2026 08:13 AM IST  |  India | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક સ્તરે હટાવાયેલા કુલ વિડિયોમાંથી ૬૮.૨ ટકા વિડિયો બાળસુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ દૂર કરાયા હતા. એમાંથી ૯૮.૬ ટકા વિડિયોની ઓળખ ઑટોમેટેડ સિસ્ટમ દ્વારા કરાઈ હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એપ્રિલ-જૂન ૨૦૨૬ના ત્રિમાસિક ગાળામાં યુટ્યુબ પરથી વિડિયો હટાવવામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું હતું. પ્લૅટફૉર્મના તાજેતરના કમ્યુનિટી ગાઇડલાઇન્સ એન્ફોર્સમેન્ટ રિપોર્ટ મુજબ આ સમયગાળામાં ભારતમાંથી અપલોડ કરાયેલા ૩૪.૪ લાખ વિડિયો દૂર કરાયા હતા. જાન્યુઆરી-માર્ચની સરખામણીમાં આ આંકડો ૨૮ ટકા વધુ છે.

વૈશ્વિક સ્તરે નિયમભંગ બદલ હટાવાયેલા કુલ ૧.૧ કરોડ વિડિયોમાંથી અંદાજે ૩૧ ટકા હિસ્સો એકલા ભારતનો હતો. આ યાદીમાં ૧૨.૪ લાખ વિડિયો સાથે અમેરિકા બીજા અને ૯.૨ લાખ વિડિયો સાથે ઇન્ડોનેશિયા ત્રીજા સ્થાને રહ્યું હતું.

વૈશ્વિક સ્તરે હટાવાયેલા કુલ વિડિયોમાંથી ૬૮.૨ ટકા વિડિયો બાળસુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ દૂર કરાયા હતા. એમાંથી ૯૮.૬ ટકા વિડિયોની ઓળખ ઑટોમેટેડ સિસ્ટમ દ્વારા કરાઈ હતી.

કન્ટેન્ટ હટાવવાની વિનંતીમાં ધરખમ વધારો

ગૂગલના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ જાન્યુઆરી-જૂન ૨૦૨૬માં ભારતીય સરકારી એજન્સીઓ અને કોર્ટ તરફથી કન્ટેન્ટ હટાવવાની વિનંતીઓમાં અગાઉના ૬ મહિના કરતાં ૬૧ ટકાનો વધારો થયો હતો. ભારતમાંથી ૬૫,૦૯૧ આઇટમ્સ હટાવવા માટે કુલ ૪૦૦૬ વિનંતીઓ મળી હતી, જેમાંથી ૩૩૯૯ માત્ર યુટ્યુબ માટે હતી. આ પ્રકારની વિનંતીઓમાં રશિયા અને સાઉથ કોરિયા બાદ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. એમાંથી ૭૨ ટકા (૨૮૭૦) વિનંતીઓ પોલીસ-એજન્સીઓએ અને ૬૯૫ કોર્ટે મોકલી હતી, જેમાં બદનક્ષી મુખ્ય કારણ હતું. ગૂગલે સ્થાનિક કાયદાના ભંગ બદલ ૧૯,૮૮૩ અને પોતાની પૉલિસી હેઠળ ૧૪૧૫ આઇટમ્સ હટાવી હતી.

youtube videos ai artificial intelligence india technology news news national news