06 July, 2026 03:50 PM IST | Tirumala | Gujarati Mid-day Correspondent
આ માજીની ઉંમર ૧૧૬ વર્ષ હોવાનો દાવો થઈ રહ્યો છે
કહેવાય છે કે મનમાં સાચી શ્રદ્ધા અને મજબૂત ઇરાદો હોય તો મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ આસાન થઈ જાય છે. કર્ણાટકનાં એક સેન્ચુરિયન મહિલા તાજેતરમાં તિરુપતિ બાલાજીનાં દર્શન કરવા ગયાં એનો વિડિયો વાઇરલ થયો છે. આ માજીની ઉંમર ૧૧૬ વર્ષ હોવાનો દાવો થઈ રહ્યો છે. તેઓ પરિવાર સાથે તિરુમલામાં ભગવાન બાલાજીનાં દર્શન કરવા આવ્યાં હતાં. પરિવારે તેમની ઉંમર જોઈને ઉપર ચડવા માટે વાહનનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ આ માજીએ પગપાળા ચાલીને અને પગથિયાં ચડીને જાતે જ દર્શન કરવાની ઇચ્છા જતાવી. બાની આ ઇચ્છાને પરિવારજનોએ પૂરો સપોર્ટ કર્યો. નવાઈની વાત એ છે કે ૩૫૫૦ પગથિયાં આ માજી પરિવારજનોના ટેકે-ટેકે ચડી પણ ગયાં. તેમની આ શ્રદ્ધા જોઈને કોઈક શ્રદ્ધાળુએ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.