લગ્નમાં LPGની અછતને કારણે ૧૫ વાનગીઓનું મેનુ પડતું મૂકવું પડ્યું, જાનને ખવડાવ્યા ચૂલા પર બનેલા દાલ-બાફલા

19 March, 2026 11:47 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મૅરેજના ગાર્ડનની પાછળ ચૂલો બનાવીને લાકડાં સળગાવીને પરંપરાગત રીતે બનાવેલા દાલ-બાફલાથી કામ ચલાવવું પડ્યું

લગ્નના રિસેપ્શન

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક લગ્નના રિસેપ્શનમાં ૧૫ વાનગીઓનું મેનુ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સિલિન્ડરની તંગીને કારણે છેલ્લી ઘડીએ મેનુ બદલવું પડ્યું હતું. લગ્ન અને રિસેપ્શનનું ખૂબ રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ ૧૫૦૦ લોકો માટેનો જમણવાર કરવાનો હતો. એવામાં ગૅસની અછતને કારણે એવું મેનુ બનાવવું પડ્યું જે ચૂલા પર બની શકે. મહેમાનોને લાકડાના ચૂલા પર બનાવેલા દાલ-બાફલા જ પીરસવામાં આવ્યા. ૧૫  વાનગીઓના મેનુ મુજબની વાનગીઓ તૈયાર કરવા માટે ૧૮થી ૨૦ ગૅસ-સિલિન્ડરની જરૂર હતી, પરંતુ સિલિન્ડર મળી જ ન રહ્યાં હોવાથી આખરે મેનુ ચેન્જ કરી નાખ્યું. મૅરેજના ગાર્ડનની પાછળ ચૂલો બનાવીને લાકડાં સળગાવીને પરંપરાગત રીતે બનાવેલા દાલ-બાફલાથી કામ ચલાવવું પડ્યું. 

offbeat news madhya pradesh india national news bhopal lpg crisis lpg cylinder