✕

૩૦ કવિતાઓ અને કડકડાટ ABCD બોલતી ૧ વર્ષ અને ૧૧ મહિનાની આ ટબુકડીએ બનાવ્યો રેકૉર્ડ

14 November, 2026 01:01 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

 ૧ વર્ષ અને ૧ મહિનાની ઉંમરથી આરાત્રિકાને બંગાળી અને અંગ્રેજી બન્ને ભાષામાં શરીરના ૧૪ અંગોનાં નામ, ૧૦ શાકભાજી, ૩૦ કવિતાઓ, ૧થી ૧૦ની ગણતરી, ૧૫ પશુપંખીઓની ઓળખ અને અંગ્રેજી ABCD કડકડાટ આવડે છે. આટલી નાની ઉંમરે અદ્ભુત સ્મરણશક્તિ.

આરાત્રિકાએ બનાવ્યો રેકૉર્ડ

જે ઉંમરે બાળક કાકા, મામા જેવા શબ્દો માંડ બોલે એ ઉંમરે પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લાના બરગોદા ગામની બે વર્ષથીયે નાની આરાત્રિકાની બોલવાની ક્ષમતા અને સ્મરણશક્તિએ ભલભલાને અચંબિત કરી દીધા છે. આરાત્રિકાને બે વર્ષ પૂરાં થવામાં હજી ૧ મહિનો બાકી છે, પરંતુ તેની ટૅલન્ટ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાઈ છે. સૌથી નાની ઉંમરે તેણે બોલવાનું અને ઘણુંબધું યાદ રાખવાનો રેકૉર્ડ બનાવ્યો છે. તેના માતા-પિતા પ્રદીપ અને પૂજા બેરાનું કહેવું છે કે આરાત્રિકા ૯ મહિનાની ઉંમરથી જ બોલતી થઈ ગઈ હતી. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામ કરતી પૂજાએ દીકરીના ગ્રોથ માટે બાળપણથી જ કમર કસી લીધી હતી.  ૧ વર્ષ અને ૧ મહિનાની ઉંમરથી આરાત્રિકાને બંગાળી અને અંગ્રેજી બન્ને ભાષામાં શરીરના ૧૪ અંગોનાં નામ, ૧૦ શાકભાજી, ૩૦ કવિતાઓ, ૧થી ૧૦ની ગણતરી, ૧૫ પશુપંખીઓની ઓળખ અને અંગ્રેજી ABCD કડકડાટ આવડે છે. આટલી નાની ઉંમરે અદ્ભુત સ્મરણશક્તિ માટે તેનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાયું છે.

west bengal national news india news offbeat news guinness book of world records