17 July, 2025 01:00 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
૩૦૦ વર્ષથી બૂઢી ગંડક નદીમાં આ સાપનો મેળો યોજવામાં આવે છે.
બિહારના સમસ્તીપુર જિલ્લાના સિંધિયા વિસ્તારમાં મંગળવારે નાગપંચમી નિમિત્તે અનોખો સર્પમેળો યોજાયો હતો. છેલ્લાં ૩૦૦ વર્ષથી બૂઢી ગંડક નદીમાં આ સાપનો મેળો યોજવામાં આવે છે. ભારતમાં એકમાત્ર આ સ્થળે યોજાતા આ અનોખા મેળાને જોવા દેશભરમાંથી ભક્તો આવે છે. એવી માન્યતા છે કે આ સર્પમેળામાં માગવામાં આવતી ઇચ્છાઓ પૂરી થાય છે. મેળાની શરૂઆતમાં ભગત લોકો સિંધિયામાં આવેલા માતા ભગવતીના મંદિરમાં પૂજાઅર્ચના કરીને ઢોલનગારાં સાથે નદી પર પહોંચે છે અને માતા વિષહરીનું નામ લઈને નદીમાં ડૂબકી લગાવીને હાથ અને મોંથી સાપને પકડીને બહાર કાઢે છે. આ જોઈને લોકો અચંબામાં મુકાય છે. નદીમાંથી કાઢવામાં આવેલા સાપોને પછી સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવે છે. માતા વિષહરીના આશીર્વાદથી ભક્તોની રક્ષા થાય છે. આ વર્ષે પણ એક ભક્તે નદીમાંથી સેંકડો સાપ કાઢ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે અહીં કરેલી મનોકામનાઓ પૂરી થાય