પ્રયાગરાજમાં ૪ વર્ષની ટબૂકડીએ ૨૧ મિનિટમાં યમુના નદી પાર કરી

15 April, 2026 10:53 AM IST  |  Praygraj | Gujarati Mid-day Correspondent

બાળકી પાણીમાં તરી રહી હતી ત્યારે બે લાઇફ-બોટ પર કુશળ તરવૈયાઓ કોઈ પણ પ્રકારની અનહોની માટે સજ્જ થઈને બેઠા હતા

સત્યા સડસડાટ નદી પાર કરી ગઈ હતી

૪ વર્ષની સત્યા ભારતી નામની ટબૂકડીને પાણીમાં તરવું ખૂબ ગમે છે. જોકે આ ટચૂકડી સ્વિમરે નાની ઉંમરે જે કારનામું કર્યું છે એ કાબિલેદાદ છે. સત્યાએ થોડા દિવસ પહેલાં પ્રયાગરાજના નૈની ક્ષેત્રમાં આવેલી યમુના નદી એક છેડેથી બીજા છેડે તરીને પાર કરી હતી. આખી નદી પાર કરતાં છોકરીને ૨૧ મિનિટ ૨૮ સેકન્ડ લાગી હતી. આ કોઈ સ્પેશ્યલ રેકૉર્ડ માટે નહોતું, પરંતુ તે જે સ્વિમિંગ ક્લબમાંથી તરવાનું શીખી રહી છે એ ક્લબે તાલીમના જ ભાગરૂપે આ સ્ટન્ટ ગોઠવ્યો હતો. એમાં બાળકી પાણીમાં તરી રહી હતી ત્યારે બે લાઇફ-બોટ પર કુશળ તરવૈયાઓ કોઈ પણ પ્રકારની અનહોની માટે સજ્જ થઈને બેઠા હતા. જોકે સત્યા સડસડાટ નદી પાર કરી ગઈ હતી. 

prayagraj yamuna offbeat news national news news