ટેમ્પોનું ટાયર પંક્ચર થયું, ટાયર બદલતી વખતે અન્ય ટ્રકે પાંચ જણને કચડી નાખ્યા

13 April, 2026 01:58 PM IST  |  Jabalpur | Gujarati Mid-day Correspondent

પિકઅપ વૅનમાં કેટલાક લોકો મોડી રાતે જબલપુર જઈ રહ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં રવિવારે અડધી રાતે એક દર્દનાક રોડ-ઍક્સિડન્ટ થયો હતો. જબલપુર-અમરકંટક નૅશનલ હાઇવે પર રાતે લગભગ એક વાગ્યાની આસપાસ એક બેફામ દોડતી ટ્રકે હાઇવેના કિનારે ઊભેલી પિકઅપ વૅનને હટફેટે લઈને પાંચ જણને કચડી નાખ્યા હતા. પિકઅપ વૅનમાં કેટલાક લોકો મોડી રાતે જબલપુર જઈ રહ્યા હતા. જોકે એવામાં વૅનનું ટાયર પંક્ચર થઈ ગયું. ચાલકે ગાડીને હાઇવેની કિનારીએ રોકીને ટાયર બદલવાનું શરૂ કર્યું જ્યારે વાહનમાં સવાર લોકો ગાડીમાંથી ઊતરીને આસપાસ ઊભા રહી ગયા હતા. એવામાં એક ટ્રક સ્પીડમાં આવી અને રોડના કિનારે ઊભેલા લોકોને અડફેટે લઈને ત્યાંથી ચાલી ગઈ. એમાં પિકઅપ વૅનના ડ્રાઇવર સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 

madhya pradesh road accident offbeat news national news news